________________
અને કાળા હિનસ્તાનીઓ આ બાબતમાં શું સમજે ?” આ સાંભળી દાદાભાઈ નવરોજજીએ ખીસામાંથી - આરસી કાઢી, એ બાનુના મુખ આગળ ધરી, નમ્રતાથી કહ્યું: (“You can see your face in it') “તમે તમારું મોટું આમાં જોઈ શકે છે !” કારણ કે આ સ્ત્રીના મુખ કરતાં પોતાનું ઉજજવળ ને પ્રતિભાસંપન્ન મુખ જ એની કાળાશ ને કદરૂપતા પૂરવાર કરવા પૂરતું હતું. આથી સી હસી પડ્યાં.
વિવેકી માણસે તે કામ જ એવું કરવું જોઇએ કે જેથી એનું કામ જ એની પ્રશંસા કરે. માણસને તે બલવાની ય જરૂર ન પડે, અને અભિમાન કરતાં નમ્રતાપૂર્વક મૂકવામાં આવેલી વાતને લેકે શાન્તિથી સાંભળે છે.