________________
વિભુના પવિત્ર ધામમાં કઈ રીતે જઈશ? એના માટે ચિન્તા કરનારા કેટલા?
જ્યાં અનન્તા નિર્મળ આત્માઓ બિરાજે છે, એવા સિદ્ધોના પવિત્ર ધામમાં જવા માટે આ આત્મા લાયક છે ખરે? આરસીમાં જે મુખ ધારી ધારીને જોવાય છે એ મુખ ઉપર વિશ્વાસઘાત, અસત્ય, અસંયમ, અનીતિના કેટલા અપવિત્ર ડાઘ લાગેલા છે? છતાં માનવી ગર્વ કરીને ફરે છે. પિતાના સ્થલ સૌન્દર્યને આરસીમાં જોઈ મલકાય છે. અંતરનું રૂપ આત્માનું સૌન્દર્ય અને પવિત્ર જીવનનું લાવણ્ય ભુલાણું એનું જ આ દુખદ પરિણામ છે.
એટલા માટે જ જીવનદષ્ટાઓ કહે છે? ભાઈ ! તારે આરસીમાં મેં જેવું હોય તે જે,