________________
તર્કભાષા વાર્તિક
૨૯૪. પ્રમાણે) સ્વશાસ્ત્રને નહિ સમજનારી એવી અસાધારણ પર્ષદામાં વાત કરવી, જેમકે કંડક પ્રમાણ ચારિત્રઅધ્યવસાય સ્થાન છે. એ જૈન સિવાય અન્ય કોઈને ખબર નથી, તેથી વાદમાં કડકનો પ્રયોગ કરવો તે અ(વિ)જ્ઞાતાર્થ.
૫. પ્રકૃતમાં ઉપયોગી ન હોય તે અર્થાન્તર.
૬. બંધ બેસતુ ન હોય તે અપાઈ. * આ છ વાદમાં આવતા જ નથી.
જો કે અનુતત્વના ભ્રમથી (પ્રતિજ્ઞા) હાનિ અને (પ્રતિજ્ઞા)(સંન્યાસ (થાય છે). વાચકત્વ ઉપયુક્તત્વ, સ્કુટાર્થત્વ અન્વિતના ભ્રમથી અન્ય પણ નિગ્રહ સ્થાન સંભવે છે. જે વાત પોતે કહી હોય છતાં મેં તો આ વાત નથી કરી એટલે પક્ષ, સાધ્ય વગેરેનો વિશેષણ યુક્ત પ્રયોગ કર્યો હોય છતાં ભ્રમથી એવું માને કે મેં વિશેષણ મૂક્યું નથી, એવો ભ્રમ થવાથી વિશેષણ યુક્તપક્ષ આદિનું પ્રતિપાદન કરતાં (૧) પ્રતિજ્ઞા હાનિ અને (૨) પ્રતિજ્ઞા સંન્યાસ થાય છે.
ઘટ પદાર્થ માટે પુલિંગ ઘટ શબ્દવાચક તરીકે પ્રસિદ્ધ છે, છતાં પોતાને ભ્રમ થવાથી માન્યું કે નપુંસક - ઘટ શબ્દ તેનો વાચક છે. આવી રીતે વાચક = શબ્દનો ભ્રમ થવાથી નિરર્થક દોષ(૩) આવે. '
આત્માને નિત્ય તરીકે સિદ્ધ કરવા માટે ઉપયોગી કથન પ્રત્યભિજ્ઞા વગેરે છે. પરંતુ તેવા વાદના અધિકારમાં દેવો તો ઘણાં સુખી છે. નારકીઓ દુઃખી છે. ઈત્યાદિ પ્રસ્તુત અનુપયોગી વાતને પણ ભૂમથી ઉપયોગી માનીને તેવી વાતનો પ્રયોગ કરવાથી અર્થાન્તરદોષ(૪) થાય છે. . | કણ્ડક, ધ્રુવ વર્ગણા, અધુવવMણા ઈત્યાદિ શબ્દો જે તત્ત્વજ્ઞાનથી અજ્ઞ એવા પ્રતિવાદી કે સભા માટે ન સમજાય તેવા હોય છતાં પોતે એવું માને કે આ શબ્દો તો ફુટ-સ્પષ્ટ અર્થ વાળા છે. એવા ભ્રમથી પોતે વાદમાં તેમનો પ્રયોગ કરે ત્યારે અજ્ઞાતાર્થ દોષ (૫) આવે છે.
જે વાતનો સંબંધ ન થતો હોય (સુમેલ ન થતો હોય) છતાં ભ્રમથી એવું માને કે વાત તો બંધ બેસતી છે. એ ભ્રમથી પરસ્પર સંબઇ માની તેનો પ્રસ્તુતવાદમાં પ્રયોગ કરતાં અપાર્થક દોષ આવે છે. અથવા ગપ્પા મારવા એટલે કે ૧૦ હાથ લાંબુ કેળું હોય છે. ૧૫ હાથ લાંબા દાડમ હોય છે. ઈત્યાદિ ગપને