________________
૨૮૫
તર્કભાષા વાર્તિકમ તે આ પ્રમાણે - પરમાણુઓ અનિત્ય છે. મૂર્ત હોવાથી જેમ ઘટ, એમ કહેનારાએ શું જાણેલા પરમાણુને કે નહિ જાણેલા પરમાણુને પક્ષ કરીને પ્રયોગ કર્યો? તેમાં પહેલો પક્ષ - અપ્રમિત પક્ષ યોગ્ય નથી, કારણ કે જે પરમાણુની બરાબર ઓળખાણ - જ્ઞાન થઈ નથી, એટલે તે પક્ષ તરીકે અપ્રસિદ્ધ બનવાથી આશ્રયાસિદ્ધિ થાય. બીજા-અમિત પક્ષમાં તો કયપુ સાવવા (ગરેજી) મલામત્વત્ પવિત્ આવા અનુમાનથી સિદ્ધિ કરવી પડશે. - થશે, એથી કરીને પરમાણુઓ નિત્ય તરીકે જ સિદ્ધ થયા. વચણકના કારણ તરીકે સિદ્ધ કરતા પરમાણુને અનિત્ય માનતા અનંત અપ્રામાણિક કલ્પના કરવી પડે છે, માટે તેને નિત્ય તરીકે જ સિદ્ધ કરાય છે.
એથી કરીને તે ઉપજીવન(ક) (અનુમાન) થી અનિત્યને સાધવું અયુક્ત છે. એટલે કે 'પરમાણુ; મૂર્ત હોવાથી ઘટની જેમ જ અનિત્ય છે” એવા આ અનુમાનનું પરમાણુ (ના અસ્તિત્વને) સિદ્ધ કરનારું બીજું અનુમાન (પરમાણુના) નિત્યત્વને સિદ્ધ કરતું હોવા છતાં પણ પ્રતિપક્ષ નથી. પરંતુ ઉપજીવ્યા હોવાથી તે બાધક જ છે. અને તે (ઉપજીવ્ય) ધર્મી-પરમાણુનું સાધક હોવાથી જ છે. અમિતાનું - ધમ રૂપ પરમાણુ પ્રમાણથી ગ્રહણ જ ન થાય તો (પરમાણુના) અનિત્યનું સાધક આ અનુમાન પણ થઈ નથી શકતું, કારણ કે તે આશ્રયાસિદ્ધ થશે. પક્ષઅજ્ઞાત હોવાથી અપ્રસિદ્ધ છે. તેથી આ (પરમાણુના અનિત્યના સાધક) અનુમાનથી પરમાણુગ્રાહક અનુમાનનું પ્રામાણ્ય પણ સ્વીકૃત થઈ જાય છે. કારણ કે નહિ તો આ (અનિત્યસાધક અનુમાન) નો ઉદય જ સંભવે નહીં, તેથી પ્રમાણભૂત અનુમાનથી નિત્યધર્મ સિદ્ધ થતો હોવાથી ઉપજીવ્ય અનુમાન બાધક છે, ઉપજીવક દુર્બલ હોવાથી બાધ્ય છે, અનિત્યસાધક અનુમાનને પરમાણુ સાધક અનુમાનનો આધાર લેવો પડતો હોવાથી ઉપજીવક કહેવાય. અન્યને ઉપજીવ્ય. ઉપજીવકમાં દષ્ટાન્ત આપે છે. જેમકે - પરમાણુનું અનિત્યત્વ સાધક અનુમાન અહીં બાધ્ય બને છે.
ઉપજીવ્ય ઉપજીવકનો અભાવ હોવાથી પ્રબલ દુર્બલનો અભાવ થવાથી આ બંનેથી ઉપજીવ્ય ઉપજીવકથી ભિન્ન-અનુભય ત્રીજું અનુમાન જ સત્પતિપક્ષ હોય છે.