________________
૨૮૦
તકભાષા વાર્તિકમ્ व्याप्यत्वासिद्धोऽयं मैत्रीतनयत्वादिर्हेतुः।
तथा परोऽपि व्याप्यत्वासिद्धः । यथा क्रत्वन्तर्वर्तिनी हिंसा अधर्मसाधनं हिंसात्वात् क्रतुबाह्यहिंसावदिति । न च हिंसात्वमधर्मे प्रयोजकं किन्तु निषिद्धत्वमुपाधिरिति । पूर्ववदुपाधिसभावाद् व्याप्यत्वासिद्धोऽयं हिंसात्वं हेतुः ।
હવે ઉપાધિ સાથેનો વ્યાપ્યત્વ સિદ્ધ દર્શાવવામાં આવે છે. જેમકે, તે (છોકરો) શ્યામ છે; કારણ કે તે મૈત્રીનો પુત્ર છે. નજરે પડતા મૈત્રીના પુત્રોના સમૂહની જેમ.' અહીં મૈત્રીતનયત્વથી (તેના પુત્રનું) ક્ષામત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે. પરંતુ મૈત્રીતનયત્વ શામ–પ્રયોજક નથી. પરંતુ શાક વગેરે અન્નનું પરિણામ એ જ અહીં પ્રયોજક છે અને પ્રયોજક એ જ ઉપાધિ એમ કહેવાય છે. તેથી મૈત્રીતનયત્વના શ્યામ સાથેના સંબંધમાં શાક વગેરે અન્નનું પરિણામ. એ જ ઉપાધિ છે. અથવા તો જેમકે અગ્નિ અને ધુમાડાના સંબંધમાં ભીનાં લાકડાનો સંયોગ (એ ઉપાધિ છે.) તેથી ઉપાધિનો સંબંધ હોવાથી અહીં વ્યાપ્તિ નથી. અને આ રીતે મૈત્રીતનયત્વાદિ હેતુ વ્યાપ્યતાસિદ્ધ થયો.
તેમજ બીજો પણ વ્યાપ્યતાસિદ્ધ (નો દાખલો) છે; જેમકે “યજ્ઞમાં કરવામાં આવતી હિંસા અધર્મનું સાધન છે. કારણ કે તે હિંસા છે, યજ્ઞ બહાર થતી હિંસાની જેમ. અહીં પણ હિંસાત્વ અધર્મનું પ્રયોજક નથી. પરંતુ ‘નિષિદ્ધત્વ” ઉપાધિ (એ પ્રયોજક) છે. આ પ્રમાણે પહેલાંની જેમ ઉપાધિ હોવાથી આ હિંસાત્વ હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ થયો.
ननु साध्यव्यापकत्वे सति साधनाव्यापको यः स उपाधिरित्युपाधिलक्षणम् । तच्च निषिद्धत्वे नास्ति तत् कथं निषिद्धत्वमुपाधिरिति ? मैवम्। निषिद्धत्वेऽप्युपाधिलक्षणस्य विद्यमानत्वात् । तथाहि साध्यस्य अधर्मजनकत्वस्य व्यापकं निषिद्धत्वम् । यत्र यत्राधर्मसाधनत्वं तत्र तत्रावश्यं निषिद्धत्वमिति निषिद्धस्य विद्यमानत्वात् । न च यत्र यत्र हिंसात्वं तत्र तत्रावश्यं निषिद्धत्वं क्रत्वङ्गहिंसायां व्यभिचारात्। अस्ति हि क्रत्वङ्गहिंसाया हिंसात्वं न चात्र निषिद्धत्वमिति तदेवं त्रिविधोऽसिद्धो दर्शितः ।