________________
२७3.
તર્કભાષા વાર્તિકમ્ નિશ્ચયાત્મક જ્ઞનને નિર્ણય કહેવાય છે. તે પ્રમાણોનું ફળ છે.
(१२२) (वादः) तत्त्वबुभुत्सोः कथा वादः । स चाष्टनिग्रहाणामधिकरणम् । ते च न्यूनाधिकापसिद्धान्ता हेत्वाभासपञ्चकं चेत्यष्टौ निग्रहाः ।
(१२३) (जल्पः) उभयसाधनवती विजीगीषुकथा जल्पः । स च यथासंभवं सर्वनिग्रहाणामधिकरणम् । परपक्षे दूषिते स्वपक्षस्थापनप्रयोगावसानश्च ।
. (१२४) (वितण्डा) स एव स्वपक्षस्थापनाहीनो वितण्डा । सा च परपक्षदूषणमात्रपर्यवसाना । नास्य वैतण्डिकस्य स्थाप्यः पक्षोऽस्ति ।
कथा तु नानावक्रीकपूर्वोत्तरपक्षप्रतिपादकवाक्यसन्दर्भः ।
(८) निर्णयेति (९) तत्त्वेति तत्त्वं । ज्ञातुमिच्छोः पदार्थतत्त्वज्ञानाभिलाषुकस्येत्यर्थः (१०) जल्पेति वादिप्रतिवादिपक्षस्थापनपराजयाभिकाझोपपन्ना कथा जल्प इत्यर्थः । स्वपक्षसाधनानुमानपर्यन्तश्चेत्यर्थः । स एव जल्पः (११) वितण्डेति (कथेति) उभयपक्षवाचकवाक्यरचनेत्यर्थः, कथाभेदा वादजल्पवितण्डा इति ।
પદાર્થના તત્વને જાણવાની ઈચ્છાવાળા બે જણોની કથા તે વાદ. 'વાદી અને પ્રતિવાદી બંનેના (પોત પોતાના પક્ષની) સ્થાપના અને પરના પરાજયની કામનાથી ઉત્પન્ન થયેલી કથા જલ્પ. એટલે કે તે જલ્પ પરપક્ષનું ખંડન થયા પછી સ્વપક્ષનું સ્થાપન કરી સમાપ્ત થાય છે.
પૂર્વોક્ત જલ્પ જ પોતાના પક્ષની સ્થાપના વગરનો હોય, ત્યારે વિતણ્ડા કહેવાય. એટલે આનો ઉદ્દેશ પરપક્ષનું ખંડન કરવાનો જ હોય છે, તેમાં જ એનો અંત સમાયેલો છે.
બંને પક્ષને કહેનારી (વાચક) વાકય રચના કથા- અનેક વકતા દ્વારા કહેવાતા પૂર્વપક્ષ તથા ઉત્તરપક્ષના પ્રતિપાદક વાકય સમૂહને કથા કહેવાય. વાદ,