________________
તર્કભાષા વાર્તિકમ્
જેના દ્વારા પદાર્થો વ્યુત્પાદન કરાય- પૂર્ણ રીતે પ્રતિપાદન કરાય તે તંત્ર, આ વ્યુત્પત્તિથી તંત્ર શબ્દ શાસ્ત્રવચન રૂપે છે.
૧. સર્વ શાસ્ત્રોથી અવિરૂદ્ધ એવો સ્વશાસ્ત્રમાં અધિકૃત અર્થ તે સર્વતંત્ર સિદ્ધાન્ત છે.
જેમ કે ઘાણ વિ. ઈન્દ્રિય છે.
૨. પ્રાચીન મત પ્રમાણે - બે સમાન તંત્રમાં એક તંત્રનો સિદ્ધાન્ત અન્યતંત્ર સ્વીકારી લે, ત્યારે તે પ્રતિતંત્ર સિદ્ધાન્ત બને છે. જેમકે મન એ ઈન્દ્રિય છે, એ સિદ્ધાન્ત વૈશેષિકોએ સિદ્ધ કર્યો છે. અને નૈયાયિકોએ તેનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ આ ઉપરાંત અન્ય વિરોધ દર્શનમાં આ સિદ્ધાન્તનો અસ્વીકાર પણ થયો હોય છે.
નો - વાદી પ્રતિવાદીમાંથી એકને જ સ્વીકાર્ય હોય તે પ્રતિતંત્ર સિદ્ધાંત.
જે સિદ્ધાન્ત સિદ્ધ થયા પછી તેનાં આધારે અન્ય આનુષંગિક સિદ્ધાન્તો સ્વાભાવિક રીતે સિદ્ધ થઈ જાય તે અધિકરણ સિદ્ધાન્ત.
જેમ પૃથિવી વિ. કાર્ય છે. તેથી તેનો કર્તા પણ છે. એમ અનુમાનથી સિદ્ધ થતાં, આ કર્તા સર્વજ્ઞ પણ હોવો જોઈએ એમ સ્વયમેવ સિદ્ધ થઈ જ જાય છે.
પ્રતિવાદીના કોઈ એક મતને પરીક્ષા કર્યા વગર (એમ ને એમ) સ્વીકારી લઈ પછી તેના જ આધારે પ્રતિવાદીના મૂળ સિદ્ધાન્તને જ્યારે ખોટો પાડવામાં આવે, ત્યારે માત્ર થોડા સમય માટે સ્વીકારેલા પ્રતિવાદીના સિદ્ધાંતને અભ્યપગમ સિદ્ધાંત કેહવાય છે. મીમાંસક શબ્દને દ્રવ્ય માને છે. જ્યારે તૈયાયિક ગુણ માને છે. નિત્ય-અનિત્યની ચર્ચા વખતે મીમાંસક શબ્દને ગુણ માની ગુણ ને અવયવ ન હોવાથી વધારે ઘટાડો થઈ શકે નહિં. તેથી નિત્ય સિદ્ધ થયો. એટલે મીમાંસકે શબ્દને થોડીવાર માટે ગુણ માન્યો તે અલ્પપગમ સિદ્ધાંત કહેવાય.
કર્તરિતિ :- જે કર્તા તે આવા પ્રકારનો હોય કે પહેલા જાણે પછી ઈચ્છ, પછી પ્રયત્ન કરે છે. ત્યાર પછી (કાર્ય કરે છે. આવું કર્તાનું લક્ષણ છે. માટે ત્યિાદિના કર્તા તરીકે સિદ્ધ થવાથી, તેના ઉપાદાનનું જ્ઞાન જરૂરી બનાવથી તે કર્તા સર્વજ્ઞ તરીકે સિદ્ધ થાય છે.