________________
તર્કભાષા વાર્તિકમ્
૧૬૮
अभावस्यापीति पूर्वोक्तदण्डादिभाववदभावस्यापि विशेषणत्वादित्यर्थः । ननु अभावस्य विशेषणत्वेऽपि तस्यार्थान्तरत्वं भवतु, को दोष ? इत्याशङ्क्य (आह-) विशेषणत्वस्यार्थान्तरत्वे द्रव्यादीनामन्यतमेन भवितव्यं । तदन्यतमभावे न सम्भवति अभावस्य भावाधिकरणत्वासम्भवादिति न चाभाव इति उदाहરમ્ |
અભાવસ્યાપિ - પૂર્વોક્ત (દંડ અને વિશેષ્યભાવ છે.) દંડાદિભાવનીજેમ અભાવ પણ વિશેષણ અને વિશેષ્ય તરીકે બને છે, દ્રવ્ય વગેરે છમાંથી કોઈપણ એકનું અભાવમાં હોવું સંભવિત નથી માટે અભાવમાં જ ઉપરક્ત-પ્રતિબદ્ધ (ઘટાભાવવદ્ ભૂતલ - તેવી) બુદ્ધિ ઉત્પન્ન કરનાર અભાવનું જે સ્વરૂપ છે તે જ વિશેષણત્વ છે. કોઈ અલગ પદાર્થ નથી.
શંકાકાર :- અભાવ વિશેષણરૂપ હોવા છતાં પણ તે વિશેષણ અન્ય પદાર્થ રૂપે ભલે હોય એમાં શું ?
સમાધાન
જો વિશેષણને અર્થાન્તર માનવામાં આવે તો દ્રવ્યાદિમાંથી કોઈ પણ એક રૂપે માનવું પડે. તે તદ્ -દ્રવ્યાદિ અન્યતમત્વભાવરૂપે ન સંભવે કારણ કે અભાવ ભાવનું અધિકરણ ન સંભવે. એટલે દ્રવ્યાદિ છ ભાવ પદાર્થ અભાવમાં રહેતા નથી, માટે દ્રવ્યાદિસ્વરૂપવિશેષ્યતા / વિશેષણતા અભાવમાં રહી ન શકે, તેથી તે અભાવનું વિશેષણ પણ ન બની શકે. એથી તે વિશેષ્યતાવિશેષણતાને અભાવસ્વરૂપ જ માનવી યોંગ્ય છે. માટે ‘નચ અભાવે કચિત્ પદાર્થસ્ય દ્રવ્યાઘન્યતમસ્ય સંભવ' એમ કહ્યું.
ન
-
શંકા :- (મીમાંસક, વેદાંતી) અભાવ નામનું પણ એક પૃથક્ પ્રમાણ છે. અભાવનું ગ્રહણ કરવા માટે તેનો સ્વીકાર કરવો જોઈએ, કારણ કે ઘટ વગેરેની અનુપલબ્ધિથી ઘટ વગેરેનો અભાવ નિશ્ચિત થાય. અનુપલબ્ધિ એટલે લબ્ધિ (પ્રાપ્તિ)નો અભાવ. આ રીતે અભાવ-પ્રમાણથી ઘટાદિનો અભાવ ગ્રહણ થાય છે.
સમાધાન :- (ભૈયા.) એમ નથી. ‘જો અહીં ઘડો હોત તો ભૂતલની જેમ (તે) દેખાત' એ પ્રકારના તર્કથી સહાય પામેલા અનપલબ્ધિયુક્ત પ્રત્યક્ષ ૧. ન્યા૦ કુસુ૦ પે.૧૪૩ સ્તરૂ હિન્દી વ્યાખ્યા.