________________
તર્કભાષા વાર્તિકમ્ रासभसान्निध्येऽतिप्रसक्तिस्तन्निरासाय सामग्रीति, तावत्युक्ते सकलकारणयोगपद्यं सामग्रीति वचनादुत्पत्त्यवस्थायां सामग्रीसान्निध्येऽतिप्रसक्तिस्तन्निरासाय विनाशेति । नहि उत्पत्तिसामग्या विनाश इति नातिव्याप्तिः ॥
अथ द्वितीयलक्षणे सान्निध्ये पूर्ववत् कारणसान्निध्यमित्युक्ते उत्पत्त्यवस्थायां घटेऽतिप्रसक्तिस्तन्निरासाय विनाश इति विनाशकारणसानिध्यं विनश्यतेत्यर्थः, युग्मिश्रणामिश्रणयोरित्युक्तेर्मिश्रितसिद्धयोरपृथसिद्धयोरयुतसिद्धयोरित्यर्थः, समवायो द्रव्यगुणकर्मसामान्यविशेषेषु यथा अवयवावयविनो गुणगुणिनोः क्रियाक्रियावतोर्जातिव्यक्त्योर्विशेषनित्यद्रव्ययोः । ..
વિનશ્યતા એટલેવિનાશ કારણની સામગ્રીનું સન્નિધાન હોવું અહિં કારણ અને સામગ્રી બન્નેમાંથી એક-એકને ગ્રહણ કરતા વિનશ્યતાના બે લક્ષણ બને.
સાન્નિધ્ય વિનશ્યતા એટલુ જ કહીએ તો, (ઘટ વગેરેની) સ્થિતિ અવસ્થામાં ગધેડાનું સાન્નિધ્ય થાય તો તેમાં અતિવ્યાપ્તિ થશે. તેના નિરાકરણ માટે સામગ્રી પદ મૂક્યું. સર્વકારણોનું એક સાથે હોવું તે સામગ્રી કહેવાય. ઉત્પત્તિ અવસ્થામાં પણ સામગ્રીનું સાન્નિધ્ય હોય છે. માટે તેમાં અતિવ્યામિ આવે તેના નિરાસ માટે વિનાશ પદ મૂક્યું છે. ઉત્પત્તિ સામગ્રીથી વિનાશ થતો નથી એથી કરીને અતિવ્યાપ્તિ થતી નથી. હવે બીજા લક્ષણમાં સાન્નિધ્ય” એટલું જ કહીએ તો પૂર્વની પેઠે ગધેડાના સાન્નિધ્યમાં અતિવ્યાપ્તિ આવે. તેના નિરાસ માટે કારણ સાન્નિધ્ય એમ કહીએ તો ગધેડો કારણ ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ ટળી જાય પણ ઉત્પત્તિ અવસ્થામાં રહેલ ઘડામાં અતિવ્યાપ્તિ થશે. કેમ કે ત્યાં કારણનું સાન્નિધ્ય છે જ. તેનાં નિરાસ માટે વિનાશ પદ એટલે કે વિનાશ કારણનું સાન્નિધ્ય વિનશ્યતા છે.
મિશ્રમિશ્રાવો : એ પ્રમાણે , ધાતુ નો અર્થ અમિશ્રિત - અસંબદ્ધને જોડવા તે છે. એટલે પરસ્પર સ્વતંત્ર એવા જોડાયેલ પદાર્થો તે યુતસિદ્ધ. એટલે - મિશ્રિત સિદ્ધોનો- એક પદાર્થને સંબદ્ધ-મિશ્રિત બનીને જ જેની ઉત્પત્તિઅવસ્થિતિ સિદ્ધ હોય તેવા પદાર્થોનો-અપૃથસિદ્ધોનો અયુતસિદ્ધોનો - સમવાય હોય છે. સમવાય દ્રવ્ય-ગુણ કર્મ સામાન્ય અને વિશેષમાં છે.
દા.ત. અવયવ અવયવીનો, ગુણ ગુણીનો, ક્રિયાને કિયાવાળાનો, જાતિને વ્યક્તિનો, વિશેષ ને નિત્ય દ્રવ્યોનો સમવાય હોય છે.