________________
૭૮
તકભાષા વાર્તિકમ્ समवायिकारणं-घटस्य स्वगतरूपादेः समवायिकारणम् ।
पक्षी स्वावयवे नभो विहाय तिष्ठति नभश्च तदनुत्पत्तिदशायां तत्परिहारेण तिष्ठतीति न पक्षिगगनसंयोगेऽतिव्याप्तिः । सुखं धर्मं विहायाऽगम्यगमनादिस्थले धर्मश्च सुखं विहाय सुखानुत्पत्तिदशायां तिष्ठतीति युतसिद्धत्वान्नातिव्याप्तिः सुखधर्मसम्बन्धे; एवं दुःखं तपस्यास्थले पापं विहाय तिष्ठतीत्यादि बोध्यं ।
किञ्च समवायसम्बन्धेनावस्थानं विवक्षितं तच्च स्वरुपसम्बन्धेनैव भवति . इत्यन्योन्याश्रयः परस्परापेक्षणमन्योन्याश्रय इति वचनात् । अयुतसिद्धत्वं समवायोप्ययुतसिद्ध इत्यात्माश्रयोपि समवायलक्षणं, स्वस्य स्वापेक्षणमात्माश्रय इति वचनात् । न चैतत् दूषणं जगदाधारतानियामकसंयोगसम्बन्धातिरिक्तसम्बन्धेन वृत्तिस्तावयुतसिद्धाविति विवक्षितत्वात् ।
જે આ રીતે લક્ષણ વાક્યમાંથી સંપાશ્રિત પદ દૂર કરવામાં આવે તો જે બંનેમાંથી એક અવિનાશી રહે છે. તે બંને અયુતસિદ્ધ થશે. હવે ધારો કે તંતુઓનો સંયોગ નાશ પામ્યો તેથી પટ રહેશે નહિં. પટનો ધ્વંસ થઈ ગયો. આ પટ ધ્વસ તંતુઓમાં રહ્યો છે. પટધ્વંસ નિત્ય છે. તે કદિયે નાશ પામવાનો નથી. આ લક્ષણ પ્રમાણે તંતુઓ અને પરધ્વસ એટલે કે પટ ને પટના અભાવ બંને વચ્ચે અયુતસિદ્ધ સંબંધ સ્વીકારવો પડશે. વાસ્તવમાં તેમ નથી. તંતુઓ અને પટ વચ્ચે અયુતસિદ્ધ સંબંધ છે. તંતુઓ અને પટધ્વસ વચ્ચે નહિ તેથી અપરાશ્રિત પદ પણ મહત્ત્વનું છે. આ પદ આવવાથી પટધ્વંસ અને તંતુઓ વચ્ચે અયુતસિદ્ધ સંબંધ સ્વીકારવો નહિં પડે, કારણ કે પટધ્વંસ તંતુઓના આશ્રયે નથી.
શંકા - પંખી સદાકાળ આકાશ સાથે જોડાયેલું જ રહે છે, કારણ જ્યાં પણ જશે ત્યાં બધે આકાશ વિદ્યમાન જ છે. એટલે પક્ષી આકાશનો સંયોગ અયુતસિદ્ધ બન્યો. એમ સમવાયનું લક્ષણ ઉપરોક્ત સંયોગમાં ઘટવાથી અતિવ્યાતિ થશે.
સમાધાન :- પક્ષી-પંખી આકાશને છોડી પોતાના અવયવમાં રહે છે. અને પંખી ઉત્પન્ન થયું નહતુ ત્યારે પંખી વિના પણ આકાશ રહેલું જ છે. માટે પક્ષી ગગન સંયોગમાં અતિવ્યામિ નહિ આવે, કારણ કે પક્ષી ગગન