________________
श्रीकुमारविहारशतकम्
...
રૂપ રક્ષકો, કસ્તૂરીરૂપ ધૂપ અને રાજાઓ રૂપ પૂજકો હતા, તે ઉપરથી ચૈત્યની વિશેષ સમૃદ્ધિ દર્શાવી છે. ૪૬
૫૩
निर्मोकान् मन्यमानाः सरभसमनसः संहरंते मयूराः कीराः कर्षंति पाकप्रणयपरिणमद्दाडिमीबीजबुद्धया । ज्योत्स्नाभ्रांत्या चकोराः प्रतिनिशमनिशं चंचुभिर्विक्षिपंते मुक्तादामावचूलान् विविधमणिगृहद्वारदेशेषु यस्मिन् ||४७||
अवचूर्णिः- यस्मिन् विविधमणिगृहद्वारदेशेषु मुक्तादामावचूलान् निर्मोकान् सर्पकंचुकान् मन्यमानाः सरभसमनसो मयूराः संहरंते । कीराः पाकप्रणयपरिणमद्दाडिमीबीजबुद्ध्या मुक्तादामावचूलान् कर्षति । चकोराः I प्रतिनिशं प्रतिरात्रिं अनिशं ज्योत्स्नाभ्रांत्या चंचुभिः विक्षिपंति । सरभसमनसः इति सर्वेषां विशेषणं । मुक्तादामावचूलान् मौक्तिकगुच्छकान् । पाकस्य प्रणयः संश्लेषस्तेन परिणमंति पुष्टानि यानि दाडिमीबीजानि ॥४७॥
ભાવાર્થ - જે ચૈત્યની અંદર વિવિધ જાતના મણિમય ગૃહના દ્વાર ઉપર લટકાવેલા મોતીઓની માલાઓની ઝુલોને હંમેશાં મયૂરપક્ષીઓ સર્પની કાંચલી માની મનમાં આવેશ લાવી તેનો સંહાર કરે છે, શુકપક્ષિઓ પાકેલા દાડમના બીજની બુદ્ધિથી તેને ખેંચે છે અને ચકોર પક્ષીઓ પ્રત્યેક રાત્રે ચંદ્રની કાંતિની ભ્રાંતિથી તે પર પોતાની ચાંચથી તેને ઉછાળે છે. ૪૭
વિશેષાર્થ - તે ચૈત્યની અંદર મણિમય ગૃહના દ્વારની ઉપર મોતીની માળાની ઝુલો લટકાવેલી છે. તે ઝુલો ધોળી હોવાથી ત્યાં રહેલા મોર, પોપટ અને ચકોર પક્ષીઓને તેને વિષે જુદો જુદો સંભ્રમ થાય છે. મોર પક્ષીઓ તેને સર્પની કાંચલી માની તે પર પ્રહાર કરવા
...