________________
श्रीकुमारविहारशतकम्
अवचूर्णिः- अत्र प्रासादे खलु निश्चयेन अखिलस्वर्गिवर्गार्घ्यपादः देवराजः आस्ते । ततो मम स्वस्मिन् निशांते गृहे राजराजस्य लक्ष्मी: ध न समुचितं न योग्यं इति औचित्यार्चनीयत्रिभुवनजनतामौलिरत्नं कुबेरः अक्षेपं यथा स्यात्तथा उच्चैर्महसि यत्र प्रासादे निजनिधीन् कुंभच्छलेन चिक्षेप । देवराज इंद्रः पक्षे जिन: । औचित्येन विवेकेन अर्चनीयं पूजनीयं इति औचित्यार्चनीयं । त्रिभुवनजनतामौलिरत्नं जगत्त्रयजनसमूहस्य मौलिः मस्तकं तस्य रत्नमिव औचित्यार्चनीयं च तत् त्रिभुवनजनतामौलिरत्नमिति औचित्यार्चनीयत्रिभुवनजनतामौलिरत्नम् । अखिलाः संपूर्णा ये स्वर्गिणो देवास्तेषां समूहस्तेनार्च्य पूज्यौ पादौ यस्य देवराजस्य ||४४||
૫૦
ભાવાર્થ - ‘‘સર્વ દેવતાઓના વર્ગને પૂજવા યોગ્ય છે ચરણ જેના એવો ઇંદ્ર અહિં રહે છે, માટે રાજાઓના રાજા રૂપ એવા મારે મારા ઘરમાં લક્ષ્મી રાખવી યોગ્ય નથી'' આવું વિચારી યોગ્યતાથી પૂજવા યોગ્ય એવા ત્રણ ભુવનના લોકોના મુગટમણ રૂપ કુબેરે વિલંબ વિના ઉંચા તેજવાલા એવા જે ચૈત્યની અંદર કલશના મિષથી પોતાના નિધિઓની થાપણ મુકેલી છે. ૪૪
વિશેષાર્થ - જેમ કોઈ મોટા રાજાના રાજ્યમાં રહેનારો ઘણો ધનાઢ્ય માણસ પોતાની લક્ષ્મીની થાપણ બીજાને ત્યાં મુકે છે, તેમ કુબેરે પોતાના નવ નિધાનની થાપણ આ કુમારવિહાર ચૈત્યમાં મુકેલી છે. કુબેરે વિચાર કર્યો કે, “સમર્થ એવા દેવતાના રાજાના રાજ્યમાં રહીને મારે મારા ઘરની અંદર મારી અતુલ લક્ષ્મી રાખવી ન જોઈએ.'' આવું વિચારી તેણે પોતાની લક્ષ્મીના નિધાન ચૈત્યમાં આવેલા સુવર્ણ કલશનાં મિષથી મુકેલા છે. કહેવાનો આશય એવો છે કે, એ કલશની મહાન્ સમૃદ્ધિથી કુમારવિહાર ચૈત્ય ઘણું સુશોભિત છે. ૪૪
...