________________
श्रीकुमारविहारशतकम्
(૪૫
કુમારોના વ્યતિકરથી સુંદર છે. આથી તે ચૈત્ય હિમાલય પર્વતની શોભાને પ્રાપ્ત થયેલું છે. ૩૮
धारानुकारिधवलाश्ममयूखपातैर्धारागृहं तदिदमित्यवधार्य यत्र । कौसुंभचीनवसनाः सुदृशो बहिःस्था
व्याख्याविलाससदनश्रियमापिबंति ॥३९॥ — अवचूर्णिः- धारानुसारिधवलाश्ममयूखपातैः तत् इदं धारागृहं इत्यवधार्य यत्र कौसुंभचीनवसनाः सुदृशो स्त्रियः बहिःस्थाः बहिरेव स्थिताः व्याख्याविलाससदनश्रियं आपिबंति पश्यंतीत्यर्थः । तद्धारया कौसुंभस्य रंगो याति अतः स्त्रियः बहिरेव स्थिताः व्याख्याविलाससदनं आपिबंति पश्यंतीत्यर्थः ॥३९॥
ભાવાર્થ - જે ચૈત્યમાં ધારાને અનુસરનારા ધવલમણિના કિરણો પડવાથી ‘આ ધારાગૃહ (ફુવારાનું ગૃહ) છે, એમ ધારીને કસુંબી ચીનાઈ વસ્ત્ર ધારણ કરનારી સ્ત્રીઓ બહાર એકઠી થઈને ઉભી રહે છે, તેથી તેઓ વ્યાખ્યાન શાળાની શોભાને ધારણ કરે છે. ૩૯ ' વિશેષાર્થ - આ શ્લોકથી કવિ ધવલમણિ – સ્ફટિકમણિની શોભાનું વર્ણન કરે છે. તે ચૈત્યમાં જડેલા ધવલમણિના કિરણો એવી રીતે પડે છે કે, તેમને જોઈ ત્યાં દર્શન કરવાને આવતી સ્ત્રીઓ તેને ફુવારાનું ગૃહ જાણી ઉભી રહે છે. કારણ કે તેમણે ચીનાઈ કસુંબી વસ્ત્રો પહેરેલાં છે, જે તેની ઉપર ક્વારાના ધારાના છાંટા પડે તો તેઓના રંગને હાનિ થાય. આથી કુવારાના ભ્રમથી તેઓ ચૈત્યની બાહર એકઠી થઈ ઉભી રહે છે તે જાણે વ્યાખ્યાન શાળામાં એકઠી થયેલી હોય તેવી તે દેખાય છે. ૩૯ ? A – વાર પૃદં તવિમિત્યવિધાર્ય |