________________
YO
श्रीकुमारविहारशतकम्
पापीयान् प्रत्यहं ते गुरुशिखरशिरः संस्पृशाम्यग्रपादैः। . सूर्यग्रावस्फुलिंगैर्यदपि विनमतस्त्रासमासादयामि । तन्मे सर्वं विसोढुं प्रभवति भगवान् विश्वलोकैकबंधुयत्रैवं तिग्मभानुर्जिनमनुनयते बिंबितः प्रांगणोाम् ॥३५॥ ___ अवचूर्णिः- ते तव गुरुशिखरशिरः अग्रपादैः पादाङ्गः प्रत्यहं पापीयान् अहं संस्पृशामि । यदपि विनमतः नरस्य सूर्यग्रावस्फुलिंगैस्त्रासमासादयामि तत् मम सर्वं विश्वलोकैकबंधुभगवान् विसोढुं प्रभवति एवं अनेन प्रकारेण यत्र प्रांगणो॰ बिंबितः तिग्मभानुः . जिनं अनुनयते । प्रभवति समर्थो भवति ॥३५॥
ભાવાર્થ - “અતિ પાપી એવો હું હંમેશાં તમારા મોટા શિખરના મસ્તકને મારા અગ્રપાદ (આગળના કિરણો) થી સ્પર્શ કરું છું અને તમને નમસ્કાર કરનાર મનુષ્યને સૂર્યકાંત મણિના તણખાથી ત્રાસ આપું છું. એવા મારા સર્વ અપરાધને સહન કરવાને વિશ્વલોકના બંધુ એવા જિન ભગવાન સમર્થ થાય છે.” આ પ્રમાણે સૂર્ય જે ચૈત્યના આંગણાની ભૂમિમાં પ્રતિબિંબિત થઈને પ્રભુની પ્રાર્થના કરે છે. ૩૫ .
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યની આંગણાની ભૂમિમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે, તે ઉપર કવિ ઉસ્વેક્ષા કરે છે. તે સૂર્ય પ્રભુને વિનંતિ કરે છે કે, “હે સ્વામી, હું મારા કિરણરૂપી ચરણથી હંમેશાં તમારા મંદિરના શિખરનો સ્પર્શ કરું . તેમ વળી તમારા ચૈત્યની અંદર રહેલા સૂર્યકાંત મણિમાંથી મારા સ્પર્શને લઈને તણખા નીકળે છે, તેથી અંદર દર્શન કરવા આવેલા લોકોને ત્રાસ આપું છું. એ મારા અપરાધોને આપ ક્ષમા કરો છો. કારણ કે આપ વિશ્વજનના બંધુ છો.” આ ઉપરથી તે ચૈત્યના આંગણામાં સૂર્યનું પ્રતિબિંબ પડે તેવા મણિઓ છે અને અંદરના ભાગમાં સૂર્યકાંત મણિઓ જડેલા છે, એ વાત સિદ્ધ • થાય છે. ૩૫
0