________________
श्रीकुमारविहारशतकम्
૩૯
. श्रुत्वा श्रुत्वा वहद्भिः पुलकबहलितां गात्रयष्टिं समाजै
लॊकानां वर्ण्यमानां गुरुविभवजितस्वर्णसौभाग्यलेखाम् । द्रष्टुं स्वां रूपलक्ष्मी स्तबकितकुतुकोत्ताननेत्रैकपेयां प्रातः प्रातर्यदंतः प्रतिफलति बहिर्दर्पणोद्भासिभित्तेः ॥३४॥ ____ अवचूर्णिः- पुलकबहलितां गात्रयष्टिं वहद्भिः लोकानां समाजैः वर्ण्यमानां श्रुत्वा श्रुत्वा गुरुविभवजितस्वर्गसौभाग्यलेखां स्तबकिंतकुतुकोत्ताननेत्रैकपेयां स्वां रूपलक्ष्मी दृष्टुं बहिर्दर्पणोद्भासिभित्तेः अंतर्मध्ये प्रातः प्रातः यच्चैत्यं प्रतिफलति । अन्योऽपि नरः लोकैर्वर्ण्यमानं स्वं रूपं द्रष्टुं दर्पणं विलोकयति । समाजः समूहः । पुलकेन रोमांचेन बहलितां पुष्टाम् ॥३४॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્ય દરેક સવારે પોતાની બહાર રહેલ દર્પણથી પ્રકાશિત એવી ભીતની અંદર પોતાના રૂપની લક્ષ્મીશોભા જોવાને પ્રતિબિંબિત થાય છે. જે રૂપલક્ષ્મી ઉત્પન્ન થયેલા કૌતુકથી ઉચાં કરેલાં નેત્રો વડે પાન કરવા યોગ્ય છે, મોટા વૈભવથી સુવર્ણના સૌભાગ્યની લેખાને જીતનારી છે અને સાંભળી સાંભળીને શરીર ઉપર પુલકાવળીને ધારણ કરનારા લોકોએ વર્ણન કરેલી છે. ૩૪ . વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યની બાહર રહેલી દીવાલોમાં દર્પણો જડેલા છે. તેની અંદર તે ચૈત્યનું પ્રતિબિંબ પડે છે. તે ઉપર કવિ ઉસ્નેક્ષા કરે છે કે, તે ચૈત્ય તે દર્પણની દીવાલોમાં પોતાના રૂપની શોભા જુએ છે. તે શોભા અતિ કૌતુક ભરેલાં નેત્રોથી જોવા લાયક છે અને તેનો વૈભવ એટલો બધો છે કે, જે સુવર્ણના સૌભાગ્યની લેખાને જીતી લે છે. તેમ જ એ શોભાને સાંભળી શરીર ઉપર રોમાંચ ધારણ કરી લોકોનાં ટોળાંઓ તેનું વર્ણન કરે છે. ૩૪