________________
श्रीकुमारविहारशतकम्
ભાવાર્થ - જે ચૈત્યમાં આવેલા ઉંચી જાતના સ્ફટિકમણિના ઉત્કૃષ્ટ સ્તંભોની અંદર ઉલ્લેચમાં કાઢેલા ચિત્રોના પ્રતિબિંબ પડે છે, તે જોઇ નગરની સ્ત્રીઓ દ્વારપાળના ભ્રમને લઇને ચૈત્ય મધ્યે પ્રવેશ કરવાના વેગથી અટકાઇ જાય છે અને તેને અનુકૂલ રીતે વર્તે છે. ૨૬
...
વિશેષાર્થ - તે ચૈત્યમાં દરેક સ્તંભો સ્ફટિકમણિના છે. તેની અંદર ઉલ્લેચની અંદર રહેલા ચિત્રોના પ્રતિબિંબ પડે છે તે જોઈ પ્રવેશ કરતી નગરની સ્ત્રીઓને તેની ઉપર દ્વારપાળનો ભ્રમ પડે છે અને તેથી તેઓ અંદર પ્રવેશ કરવાના વેગથી અટકાઈ જાય છે અને અનુકૂલ રીતે વર્તે છે. તે ચૈત્યની અંદર સ્ફટિકમણિના સ્તંભોની અને ચિત્ર વિચિત્ર ઉલ્લેચની ભારે શોભા હતી એમ કવિએ દર્શાવેલું છે. ૨૬
नीलाश्मभित्तिवलयप्रतिबिंबितस्य
पार्श्वप्रभोर्विहितकेतकशेखरस्य ।
૩૧
शेषाप्रसूनकलनाय' करं क्षिपंत्यो
ग्राम्या दिशंति किल यत्र न कस्य हास्यम् ॥२७॥
अवचूर्णि :- यत्र किल निश्चये नीलाश्मभित्तिवलयप्रतिबिंबितस्य विहितकेतकशेखरस्य पार्श्वप्रभोः शेषाप्रसूनकलनाय करं क्षिपत्यः ग्राम्याः स्त्रियः कस्य हास्यं न दिशंति । शेषाप्रसूनकलनाय शिरः कुसुमग्रहणाय ||२७||
ભાવાર્થ - જેમના મસ્તક ઉપર કેતકીના પુષ્પનો મુગટ કરેલો છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનું પાસેની નીલમણિની દીવાલમાં પ્રતિબિંબ પડે છે, તે જોઇ, ગામડાની સ્ત્રીઓ, પ્રસાદીનું પુષ્પ લેવાને માટે પોતાના હાથ નાખે છે, આમ કરતી તે સ્ત્રીઓ કોને હાસ્ય નથી કરાવતી ? ૨૭
0.