________________
श्रीकुमारविहारशतकम्
૧૯
ભાવાર્થ - જોવાને ઉત્સુક એવી સ્વર્ગની દેવીઓ જેની અંદર આવી તે ચૈત્યના રંગ મંડપનો મધ્ય ભાગ વિકટ છતાં પણ લોકોથી સાંકડો થયેલો જોઇ સુંદર મણિશિલાની પુતળીઓના બહાનાથી કોઇ પ્રબળ વેગવડે ઉંચા મંડપ ઉપર આરૂઢ થઈ છે. કોઈ સ્તંભોના ઉંચા પ્રાંત ભાગ ઉપર આવી ગઈ છે અને કોઇ શિખરની ઘણી વિશાળ ઉંચી મેખલા ઉપર ચડી ગઇ છે. ૧૫
વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકાર તે ચૈત્યના રંગમંડપની અંદર ગોઠવેલી મણિશિલાની પુતળીઓને ઉત્પ્રેક્ષા અલંકારથી વર્ણવે છે. મંડપ, તેના થાંભલાઓ અને મેખલા ઉપર રહેલી તે પુતળીઓ નથી પણ તે ચૈત્યને જોવાને આવેલી દેવીઓ છે. લોકોની ભીડથી સાંકડા થયેલા તે ચૈત્યના રંગ મંડપને જોઈ તેઓ જુદે જુદે સ્થાને ચડી ગઈ છે. તે ઉપરથી તે ચૈત્યની અંદર ઘણી પુતળીઓ ગોઠવેલી છે, એમ બતાવ્યું છે. ૧૫
साक्षेपं प्रेर्यमाणैरपि सरलपथे वैनतेयाग्रजेन 'स्तैर्भीष्माननेभ्यः शिखरगुरुतटीपीठकंठीरवेभ्यः । उद्वलगं नीयमानः प्रसभमिह हयैरग्रतः पृष्ठतो वा यस्योत्तुंगस्य मूर्ध्नि व्रजति न तरुणेऽप्यह्नि पूष्णः पताकी ॥ १६ ॥
अवचूर्णि :- उत्तुंगस्य यस्य मूर्ध्नि वैनतेयाग्रजेन अरुणेन सरलपथे आकाशे साक्षेपं प्रेर्यमाणैरपि भीष्माननेभ्यः शिखरगुरुतटीपीठकंठीरवेभ्यः स्तैर्हयैरिह पत्तने तरुणेऽप्यह्नि मध्याह्नेऽपि प्रसभं हठात् पृष्ठतो वाग्रतः उद्वल्गं नीयमानः पूष्णः सूर्यस्य पताकी रथः न व्रजति ||१६||
ભાવાર્થ - ઉંચા એવા જે કુમારવિહાર ચૈત્યના મસ્તક ઉપર મધ્યાહ્ન કાળે પણ સૂર્યનો રથ ચાલી શકતો નથી. કારણકે, અરુણ
...