________________
श्रीकुमारविहारशतकम्
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની અંદર કોઈ ઠેકાણે નાના પ્રકારના હાથના હાવભાવથી સુંદર, કોઈ ઠેકાણે ત્રણલોકના મનુષ્યોમાં સ્તુતિ કરવા યોગ્ય આકૃતિથી વિરાજિત અને કોઈ ઠેકાણે કાનના ચપળ આભૂષણોવાળા રત્નોથી ઘડેલી પુતળીઓ રહેલી. તેઓને જોઈ કેટલાએક પ્રાણીઓ નાટ્ય શાસ્ત્રને જાણનારા થઈ જાય છે, કેટલાએક કામી થઈ જાય છે અને કેટલાએક કારીગરો બની જાય છે. ૧૩
' વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યની અંદર ત્રણ પ્રકારની પુતળીઓ ગોઠવેલી છે, તેઓને જોઈને માણસો પણ ત્રણ પ્રકારના બની જાય છે. જે પુતળીઓ હાથના હાવભાવ કરનારી છે, તેઓને જોનારા નાટક કળામાં પ્રવીણ થાય છે, જે પુતળીઓ સુંદર આકૃતિવાળી છે, તેઓને જેનારા પુરૂષો કામી થઈ જાય છે અને જેઓ કાનના ચપળ આભૂષણોને ધારણ કરનારી છે, તેઓને જોનારા પુરુષો કારીગર બની જાય છે. ૧૩ ' . ग्राम्या दुग्धमयान् विलासिमनसः कर्पूरपूरात्मकान्
वादभ्रांतिभृतो रसस्थितिभवान् सौवर्णिका राजतान् । . ज्योत्स्नाभिः कलधौतजां जनयतः स्वर्णस्य कुंभावली . स्तंभान् यत्र विकल्पयंति रभसादागंतवो जंतवः ॥१४॥
अवचूर्णिः- यत्र ज्योत्स्नाभिः स्वर्णस्य कुंभावली स्नात्रादिकृते पंक्तिस्थापितस्वर्णकलशावलीमिति संभाव्यते, कलधौतजां स्वर्णमयीं जनयतः स्तंभान् रभसात् आगंतवः ग्राम्या दुग्धमयान् विलासिमनसः कर्पूरपूरात्मकान् वादभ्रांतिभृतो धातुवादिनः रसस्थितिभवान् पारदस्थानोत्पन्नान् सौवर्णिका राजतान् विकल्पयंति । वेगात् आगच्छंतीति आगंतवः अतुस्प्रत्ययः । ग्रामे