________________
श्रीकुमारविहारशतकम्
.शर्म दत्तां धाम आधत्तां कीर्ति घटयतु गौरवं च पुनर्वैभवं दिशतां । भूतस्तिष्ठन् भविष्यन् सवृतिः अपवृतिः दूरसंस्थः पुरस्थो वस्तुसार्थः यद्(ज)ज्ञानादर्शशय्यां स्वेच्छया समं अधिवसति । सवृतिः पटाद्याच्छादितः अपवृतिः अनाच्छादितः अतीतानागतवर्तमानवी पदार्थः क्रिया सुगमा । ગણીથી ધાડ' (સિદ્ધહેમ, ૨/૨/૨૦) તિ સૂત્રણ यद्(ज)ज्ञानादर्शशय्यां अत्र द्वितीया ॥४॥
ભાવાર્થ – આ જગતને ભૂત,ભવિષ્ય અને વર્તમાનકાળના બનાવો તથા પદાર્થોનો સમૂહ જે આવરણવાળો હોય, આવરણ રહિત હોય, દૂર રહેલો હોય અથવા નજીક રહેલો હોય તે સર્વ જેના જ્ઞાનરૂપી દર્પણની શયામાં સ્વેચ્છાથી સાથે જ વાસ કરીને રહેલો છે, તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમારૂ કલ્યાણ વિસ્તારો, પાપ હરો, સુખ આપો, તેજ પ્રસારો, કીર્તિ વધારો અને ગૌરવ તથા વૈભવ આપો. ૪
વિશેષાર્થ - આ શ્લોકથી કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની જ્ઞાન લક્ષ્મી વર્ણવી આશીર્વચન રૂપ માંગલ્ય કહેલું છે. શ્રી પાર્શ્વનાથના કેવળજ્ઞાનને દર્પણની ઉપમા આપી છે. જેમ દર્પણમાં બધા પદાર્થો દેખાય આવે છે, તેમ તેમના કેવળજ્ઞાનરૂપી દર્પણમાં બધા પદાર્થો દેખાઈ | આવે છે. અર્થાત્ તે કેવળજ્ઞાનથી સર્વ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના
બનાવો જોઈ શકાય છે. જે વસ્તુ આવરણવાળી હોય કે આવરણ રહિત હોય, દૂર હોય કે નજીક હોય તે બધી વસ્તુ કેવલજ્ઞાની જોઈ શકે છે અને જાણી શકે છે. આવા ઉત્તમ કેવલજ્ઞાનધારી ભગવંતની ભક્તિથી કલ્યાણ પ્રાપ્ત થાય છે, પાપ દૂર થાય છે, સુખ મળે છે, તેજ વધે છે, સત્કીર્તિ વધે છે, અને ગૌરવ તથા વૈભવ પ્રાપ્ત થાય છે - તેથી ગ્રંથકાર એ ઉત્તમ પદાથો પ્રાપ્ત થવાની આશીષ આપે છે. અને તે ? A - HH - સમક્ષત્તિ, ૨A - પાર્થસમૂહ, રૂ - શામિત્વત્ર |