________________
(૧૨૨
श्रीकुमारविहारशतकम्
–
તેના હૃદયમાં નિર્વેદ – વૈરાગ્ય ઉત્પન્ન થયેલો દેખાય છે. આ ઉપરથી તે ચૈત્યમાં ઉત્સવોને વિષે સંગીત, નાટક અને સ્નાત્રવિધિ ભારે આડંબરથી થતા હતા, એમ દર્શાવ્યું છે. ૧૦૯
...
व्यालैर्बालानुगजेंद्रैः कपिकरभरथेग्रम्यसार्थांश्चरित्रैः श्रद्धालून् देवतानां नृपतिमृगदृशो वासवांत: पुरीभिः । नानानाट्यैर्नटौघान् मरुदसुरभवैः संगरैर्वीरवर्गानेकाकिन्येव लोकांस्तरलयति मुहुर्यत्र चित्रस्य संसत् ॥ ११०॥
अवचूर्णि :- यत्र प्रासादे चित्रस्य एकाकिनी एव संसंत् सभा मुहुः वारंवारं व्यालैः दुष्टैः गजेंद्रैः बालान् कपिकरभरथैः ग्राम्यसार्थान् देवतानां चरित्रैः श्रद्धालून् भव्यान् वासवांतःपुरीभिरिंद्राणीभिः नृपतिमृगदृशः नानानाट्यैः नटौघान् मरुदसुरभवैः संगरैः संग्रामः वीरवर्गान् लोकांस्तरलयति ઉત્સુજ્યતિ | પયો વાનરાઃ | માઁ ઉષ્ટ્રાઃ ||{{૦||
ભાવાર્થ - જે ચૈત્યની અંદર આવેલી ચિત્રશાળા એકલી જ વારંવાર લોકોને ચપળ કરે છે. દુષ્ટ હાથીઓથી બાળકોને, વાનર, ઉર્ટ અને રથોથી ગામડીયા લોકોના સમૂહને, દેવતાઓનાં ચરિત્રોથી શ્રદ્ધાળુ-આસ્તિક લોકોને, ઈંદ્રાણીઓથી રાજાઓની રાણીઓને, વિવિધ જાતનાં નાટકોથી નટલોકોના સમૂહને અને દેવ અને અસુરોના સંગ્રામોથી વીર નરોને ચપળ કરે છે. ૧૧૦
વિશેષાર્થ - આ શ્લોકમાં ગ્રંથકારે કુમારવિહાર ચૈત્યની ચિત્રશાળાનું વર્ણન કરી બતાવ્યું છે. તે ચિત્રશાળામાં એવાં સુંદર અને ચિત્તાકર્ષક ચિત્રો હતાં કે જે આબેહૂબ લાગવાથી જુદા જુદા પ્રેક્ષકોના . મન ઉપર જુદી જુદી અસર કરતાં હતાં. ઉન્મત હાથીનાં ચિત્રો જોઈ
...