________________
श्रीकुमारविहारशतकम्
जनयंति । कनकावलीढान् कनकदंडलग्नान् । शिरोधिं ग्रीवां शिरसः मस्तकात् । कुंभाः पानीयघटाः ॥२८॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યના સુવર્ણથી જડેલા ધ્વજદંડો ગણવાને પોતાની ડોક વધારે ઉચી કરતી એવી નગરની સ્ત્રીઓના મસ્તક ઉપરથી રસ્તામાં પડી જતા એવા ઘડાઓ બજારના તરૂણ વેપારીઓને હાસ્ય ઉત્પન્ન કરતા હતાં. ૯૮
વિશેષાર્થ – રસ્તામાં જલ ભરી ચાલી જતી નગરની સ્ત્રીઓ તે ચૈત્યના સુવર્ણમય ધ્વજ દંડોને ઉચી ડોક કરી ગણતી હતી, તે વખતે વધારે ડોક ઉચી થવાથી તેમના મસ્તક ઉપરથી પાણીના ઘડાઓ પડી જતા હતા, તે જોઈ બજારના જુવાન પુરૂષો હસતા હતા. આ ઉપરથી. કવિએ તે ચૈત્યમાં અસંખ્ય સુવર્ણના ધ્વજ દંડો હતા, એમ દર્શાવ્યું छ. ८८
यस्योत्तुंगविटंकलीढवियतः पातुं श्रियं पेशलां दुरोत्तानितकंधरं निदधतां बद्धानुबंधा दृशः । पौराणामनवेक्षणे मिलदुरःसंघट्टबद्धक्रुधा - मन्योन्यं नृपवर्त्मनि प्रतिकलं कोलाहलं जायते ॥१९॥ ___ अवचूर्णिः- उत्तुंगविटंकलीढवियतः यस्य प्रासादस्य पेशलां मनोज्ञां श्रियं पातुं द्रष्टुं दूरोत्तानितकंधरं दूरं उत्तानिता ऊर्ध्वं कृता कंधरा ग्रीवा यत्र क्रियाविशेषणमेतत् दूरोत्तानितकंधरं यथा स्यात्तथा बद्धानुबंधा दृशः निदधतां धरतां मिलदुरःसंघट्टबद्धक्रुधां पौराणां नागरिकाणां अनवेक्षणेऽनवलोकने नृपवर्त्मनि अन्योन्यं परस्परं प्रतिकलं निरंतरं कोलाहलं कलकलो जायते वर्त्तते । बद्धोऽनुबंध आदरो याभिस्ताः बद्धानुबंधा इति