________________
श्रीकुमारविहारशतकम्
૧૦] ભાવાર્થ - મોટા ભાગ્યથી લાભ થાય તેવી, વચનથી ન કહી શકાય તેવી, શ્રદ્ધા કરવાને અયોગ્ય, સર્વ ત્રણ જગતના લોકોએ સ્તવેલી, વધારે શું કહેવું, દેવતાઓથી પણ ન કરી શકાય તેવી જે કુમારવિહાર ચૈત્યના સૌદર્યની લક્ષ્મીને અનિમેષ દૃષ્ટિએ નીરખતો એવો ઈંદ્ર શરીરને રોમાંચિત કરી પોતાના હજાર નેત્રોને અને પૃથ્વી પર રહેનારા મનુષ્યોની સૃષ્ટિને સ્પષ્ટ રીતે સ્તવતો હતો. ૯૭
વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યની ઘણાં ભાગ્યથી લભ્ય, અનિર્વચનીય, અશ્રદ્ધેય અને ત્રણ જગતના લોકોએ સ્તવેલી સૌંદર્ય લક્ષ્મી જોઈ ઈંદ્રના શરીરમાં રોમાંચ થઈ જાય છે અને તે વખતે તે પોતાના હજાર નેત્રોની અને માનવ સૃષ્ટિની ભારે પ્રશંસા કરે છે. કારણ કે, તેના હજાર નેત્રો આ ચૈત્યના સૌંદર્યને જોવામાં વધારે ઉપયોગી થાય. અને આ પૃથ્વી ઉપર વસતા લોકોને પણ આ ચૈત્યના દર્શનનો લાભ મળે છે. આ ઉપરથી ગ્રંથકારે દર્શાવ્યું છે કે, તે ચૈત્યની શોભા એટલી બધી ઉત્તમ હતી કે, જેને જોઈ દેવતાઓનો સ્વામી ઈદ્ર પણ ચકિત થતો હતો. ૯૭
यस्य ध्वजान् गणयितुं कनकावलीढान् ऊर्ध्वं शिरोधिमधिकं पथि कुर्वतीनाम् । कुंभा कुरंगकदृशां शिरसः पतंतो
यूनां चिरं विपणिनां जनयंति हास्यम् ॥१८॥ - अवचूर्णिः- यस्य प्रासादस्य कनकावलीढान् ध्वजान् गणयितुं
संख्यातुं पथि मार्गे अधिकं ऊर्ध्वं शिरोधिं कुर्वतीनां कुरंगकदृशां शिरसः पतंतः कुंभाः विपणिनां हट्टवणिजां यूनां तरुणानां चिरं चिरकालं हास्यं