________________
श्रीकुमारविहारशतकम्
૧૦પ
. उर्वीमापूर्य तूर्यध्वनिरनवरतं स्मारयन् तापक्ष
प्रांताघातांस्त्रिसंध्यं रचयति चकितं यत्र पाताललोकं ॥१४॥ ____ अवचूर्णिः- यत्र प्रासादे भेरीभांकारपूरप्रणयमुकुरितो घोरघोरैः घंटाटंकारघोषैः प्रसर्पन् प्रवर्द्धमानः प्रतिनदितघनैः मांसलत्वं पुष्टत्वं लंभितः प्रापितः अनिशं तायपक्षप्रांताघातान् स्मारयन् उर्वी पृथ्वी आपूर्य पूरयित्वा तूर्यध्वनिः वादित्रध्वनिः पाताललोकं त्रिसंध्यं चकितं रचयति । भेर्यो वाद्यविशेषांस्तेषां भांकाराः शब्दास्तेषां पूरः समूहस्तस्य प्रणयः संश्लेषस्तेन मुकुरितः मुकुर आदर्शस्तद्वदाचरितः प्रतिबिंबित इत्यर्थः । ता? गरुडः। पन्नगास्तााद्विभ्यति इति भावः ॥१४॥
ભાવાર્થ - જે ચૈત્યની અંદર ભેરી નામના રાજાના ભાકાર શબ્દોના સમૂહના સ્નેહથી દર્પણની જેમ પ્રતિબિંબિત થયેલો અને અતિ ઘોર ઘંટાઓના ટંકારાના ઘોષથી વૃદ્ધિ પામતો અને પ્રતિધ્વનિઓના રણકારથી પુષ્ટ થયેલો વાજિંત્રોનો ધ્વનિ પૃથ્વીને પૂરી પાતાલલોકને નાગલોકને ગરૂડ પક્ષીની પાંખોના છેડાના આઘાતનું
સ્મરણ કરાવી ભયભીત કરે છે. ૯૪ ' વિશેષાર્થ - આ શ્લોકથી કવિ કુમારવિહાર ચૈત્યના વાજિંત્રોની સમૃદ્ધિ વર્ણવે છે તે ચૈત્યમાં ભેરીના ભાકારો તથા ઘંટાઓના ટકોરાઓ એટલા બધા થાય છે, કે તેના પ્રતિધ્વનિ સાથે તે ધ્વનિનો અવાજ પૃથ્વીને પુરી પાતાલ સુધી પહોંચે છે. તે વખતે પાતાલવાસી સર્પોને ગરુડની પાંખોના છેડાના આઘાતનું સ્મરણ થાય છે, એટલે તેઓ - ભયભીત થઈ જાય છે. સપ ગરુડથી ભય પામે છે, એ વાત પ્રસિદ્ધ છે. ૯૪