________________
श्रीकुमारविहारशतकम्
- ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યમાં જવાની ઈચ્છા કરતા એવા ઈંદ્રનાં વચનો આ પ્રમાણે પૂર્વાપર વિચાર કર્યા વગર પ્રગટ થાય છે - હે દેવતાઓ, પારિજાતના પુષ્પો ગ્રહણ કરો, માનસ સરોવરના જલથી કલશો ભરો, ઐરાવણ હાથીની ઉપર કોઈ અપૂર્વ ઉત્તમ રચના કરો, હે ઈંદ્રાણિ, જલદી ચાલ, હે લોકપાલો, તમે સૈન્ય સહિત આગળ यालो." ८६
વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકારે એ ચૈત્યમાં ઈંદ્ર પણ પૂજા કરવાની ઈચ્છાથી તૈયારી કરે છે એમ દર્શાવ્યું છે. અને લોકપાલ અને ઈંદ્રાણી સાથે આવેલો ઈંદ્ર તે ચૈત્યનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પારિજાતના પુષ્પોથી અને માનસ સરોવરના જલ કલશોથી પૂજા કરવાની ઈચ્છા રાખે છે અને તેને માટે તૈયારી કરે છે. ૮૬ हस्तोत्संगोपविष्टस्फुटमणिमुकुटज्योतिरुद्योतिताशामात्मीयां रत्नभित्तावधिरजनि तनुं बिंबितां वीक्ष्य यस्मिन् । एतत क्षिप्रमंतर्भवनमभिनवः कोऽप्यदृष्टः प्रविष्टः
पूत्कुर्वन्नित्थमुच्चैः क्लमयति निकर पूजको यामिकानाम् ॥८७॥ .. अवचूर्णिः- अधिरजनि रजनीमध्ये हस्तोत्संगोपविष्टस्फुटमणिमुकुटज्योतिरुद्योतिताशां रत्नभित्तौ प्रतिबिंबितां आत्मीयां तनुं वीक्ष्य अंतर्भवनं भवनमध्ये अभिनवः कोपि अदृष्टः प्रविष्टः क्षिप्रं शीघ्रं एत एत आगच्छत आगच्छत इत्थमनेन प्रकारेण उच्चैरतिशयेन पूत्कुर्वन् पोकारयन् पूजकः पूजाकारकः यामिकानां प्राहरिकाणां निकरं क्लमयति खेदयति । हस्तयोरुत्संगो मध्यं तत्र उपविष्टाः स्थापिताः स्फुटाः प्रकटाः ये मणिमुकुटास्तेषां ज्योतींषि' कांतयस्ताभिः उद्योतिता आशा यया तां ॥८७॥ १ A - ज्योतिषः ।