________________
श्रीकुमारविहारशतकम्
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યની અંદર આવેલા સૂર્યકાંત મણિઓ પોષ માસમાં કેવા બને છે? તે વિષે ગ્રંથકાર ચમત્કારી રીતે વર્ણન આપે છે. તે સૂર્યકાંત મણિઓ ત્યાં મિત્ર અને શત્રુ – બંનેનું કામ કરે છે. જ્યારે તે બરફને તોડી, શીતના કલેશને શમાવવાને ધૂપ પ્રજવલિત કરે છે, ત્યારે તે મિત્રના જેવું કામ કરે છે. અને જ્યારે . તેમનામાંથી અગ્નિના તણખા નીકળવાથી ત્યાં નાટક કરનારા પાત્રોના ઉચી જાતનાં ચીનાઈ વસ્ત્રને દઝાડી કાણાં પાડે છે અને તેથી લોકોને હાસ્ય આવે એવી રીતે રંગભૂમિમાં વિક્ષેપ કરે છે, ત્યારે તેઓ શત્રુના જેવું કામ કરે છે. આ ઉપરથી તે ચૈત્યની અંદર સૂર્યકાંત મણિની અને નાટકની શોભા દર્શાવી છે. ૮૫ गृह्णीध्वं पारिजातप्रभवसुमनसो मानसीयैः पयोभिः कुंभानापूरयध्वं कुरुत करिपतेः कल्पनां किंचिदम्याम् । पौलोमि क्षिप्रमेहि प्रचलत सबला लोकपालाः पुरस्तादित्थं यस्मिन् यियासो रभसविकसिताः स्वर्गनाथस्य वाचः॥८६॥
अवचूर्णिः- पारिजातप्रभवसुमनसः गृह्णीध्वं, मानसीयैः पयोभिः कुंभान् कलशान् आपूरयध्वं, करिपतेरैरावणस्य कांचिदपूर्वां अग्यां प्रधानां कल्पनां रचनां कुरुत, हे पौलोमि त्वं क्षिप्रं एहि, सबला लोकपाला यूयं पूरस्तात् अग्रे' प्रचलत इत्थं अनेन प्रकारेण यस्मिन् प्रासादे यियांसोः गंतुमिच्छोः स्वर्गनाथस्य इंद्रस्य रभसविसकिता वाचः संति । पौलोमी इंद्राणी। रभसा पौर्वापर्यविचारराहित्येन विकसिता उत्फुल्लाः । वाचो वचनानि । सुमनस् शब्दः स्त्रीलिंगो बहुवचनांतः ॥८६॥
१ A - अग्रतः ।