________________
श्रीकुमारविहारशतकम्
तस्य वशोऽधीनता तस्मात् अन्योन्यस्य परस्परं प्रणोदः संघट्टः तेन प्रलुलितानि भ्रष्टानि यानि वसनानि वस्त्राणि आकल्या आभरणानि माल्यं स्रक् अंगरागो विलेपनं यस्य सः जनविशेषणम् । अन्योन्यस्येति क्रियाविशेषणम् ॥८०॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની વિશાલ વિસ્તારવાળી પૃથ્વી ઉપર પરસ્પર સંઘટ્ટથી જેમના વસ્ત્રો, આભૂષણો, માળાઓ અને અંગરાગ ઘસાઈ ગયા છે એવા સર્વ પુરૂષો ભીડની પીડાથી સંચરે છે અને શ્રાવક પુરૂષોએ પરસ્ત્રીના શરીરને સ્પર્શ થવાના ભયથી . જેમને માર્ગ આપેલો છે, એવી સ્ત્રીઓ ફકત ભીડની પીડા વગર. સંચરે છે. ૮૦
' વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકાર તે ચૈત્યમાં આવતા સ્ત્રી પુરૂષોની કેવી ભીડ થાય છે, એ વાત દર્શાવે છે. તે ચૈત્યમાં પુરૂષ વર્ગને ભારે મુશીબત પડતી હતી. તેમની પરસ્પર એટલી બધી ભીડ થતી હતી કે, જેને લીધે તેમના વસ્ત્રો, આભૂષણો, માળાઓ અને અંગરાગ ભ્રષ્ટ થઈ જતા હતા. માત્ર સ્ત્રી વર્ગને જ તે ભીડની પીડા નડતી ન હતી, કારણ કે, પરસ્ત્રીના શરીરના સ્પર્શથી ભય પામી પુરૂષો તેમને રસ્તો કરી આપતા હતા. આ ઉપરથી તે સ્થળે સ્વદારસંતોષ વ્રતવાળા ઘણાં પવિત્ર શ્રાવકો આવતા, એ વાત પણ સૂચવેલી છે. ૮૦ नैर्मल्यश्रीप्रभावप्रहसितवियतां चंद्रकांतोत्तरंगप्रांतानां संगमेन क्वचिदपि नितरामेकदा भग्नमौलिः। आकाशेऽपि प्रहारप्रतिभयतरलः कोपि यत्रोर्ध्वबाहुः सोष्णीषः कोपि कश्चिद्विचरति सुचिरं वामनीकृत्य नेत्रम् ॥८१॥