________________
(૮૮)
श्रीकुमारविहारशतकम्
આવે છે, તે વખતે તેની અસરથી ઈંદ્રનું સિંહાસન કંપાયમાન થાય છે - એટલે ઈંદ્રને શંકા પડે છે કે, “શું મારા આયુષ્યનો અંત આવ્યો ?' આથી તે પોતાના મુગટ ઉપર રહેલા પુષ્પોનું અવલોકન કરે છે, તે વખતે પુષ્પોને વિકસિત જોઈ તેના મનમાં ધીરજ આવે છે કે, મારા આયુષ્યનો અંત આવ્યો નથી પણ સ્નાત્ર મંત્રોના પ્રભાવથી, આસન કંપ થયો છે. કારણ કે, જે ઈંદ્રનો અંત સમય આવવાનો હોય તો તેના મુગટ પરના પુષ્પો કરમાઈ જાય છે. અહિં ઈદ્રને એવું વિશેષણ. આપ્યું છે કે, પાક નામના દૈત્યની સ્ત્રીની કેશ વેણીનો તે યમરાજ . છે. એટલે લૌકિકમાં એવી કથા છે કે, ઈદ્ર પાક નામના દૈત્યને માર્યો હતો, અને તે દૈત્યના મરણથી તેની સ્ત્રીનું કેશવેણીનું સૌભાગ્ય નાશ પામ્યું હતું. વિધવા સ્ત્રીને કેશ વેષ ધારણ કરવો અનુચિત છે. ૭૮ :
भ्रातः कालं कियंतं त्वमपि वह महीभारमागत्य दृश्यां दृष्ट्वा चैत्यस्य लक्ष्मीमहमपि सफलं जन्म किंचित्करोमि । एवं शेषस्य याञ्चां विरचयितुमनाः प्राहिणोत्कर्मराजः यत्र स्वांतःपुरस्त्रीर्जिनसविधभृतां पुत्रिकाणां मिषेण ॥७९॥
अवचूर्णिः- हे भ्रातः अत्र पृथिव्यां पातालरूपायां आगत्य किंयंत कालं त्वमपि महीभारं वह । दृश्यां दर्शनयोग्यां चैत्यस्य लक्ष्मीं दृष्ट्वा अहमपि जन्म किंचित् सफलं करोमि । एवं अनेन प्रकारेण यत्र प्रासादे शेषस्य याञ्चां विरचयितुमनाः कूर्मराजः जिनसविधभृतां पुत्रिकाणां मिषेण बलेन स्वांतःपुरस्त्रीः प्राहिणोत् । विरचयितुं मनो यस्यासौ विरचयितुमनाः । “તુમશનન:શાને (સિદ્ધહેમ. ૩/૨/૨૪૦) રૂતિ સૂત્રણ તુમો મનોપ- II
ભાવાર્થ - “હે ભાઈ, આ પાતાલની પૃથ્વીમાં આવી તું પણ. કેટલોક વખત આ પૃથ્વીના ભારને વહન કર. હું પણ તે કુમારવિહાર ચૈત્યની દર્શનીય લક્ષ્મીને જોઈ મારા જન્મને કાંઈક સફળ કરૂં” આ