________________
श्रीकुमारविहारशतकम्
૭૩
...
અમૃતની ઉત્પત્તિથી મોટી એવી પૃથ્વી ઉપર દેવતાઓના ધામ રૂપ સ્વર્ગનો તિરસ્કાર કરીને રહેલું છે. ૬૪
વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકારે કુમારવિહારચૈત્યને વ્યતિરેકાલંકારથી સ્વર્ગથી અધિકપણે વર્ણવ્યું છે. સ્વર્ગની અંદર રહેનારી દેવીઓ નિર્નિમેષ દષ્ટિવાળી હોય છે અને તેઓ વિમાનમાં બેસી ફરે છે. તેમ આ ચૈત્યની અંદર નિર્નિમેષ દષ્ટિવાલી પુતળીઓ વિમાનમાં ચીતરેલી છે. જેમ સ્વર્ગમાં ઈંદ્ર અને તેનો ઘોડો રહે છે, તેમ આ ચૈત્યમાં સિંહ અને ઘોડાના પુતળા છે. હરિનો અર્થ ઇંદ્ર અને સિંહ બન્ને થાય છે. સ્વર્ગના ધામ સમીપ અષ્ટાપદ છે, તેમ અહિં અષ્ટાપદનું ચિત્ર છે તેમ જ અષ્ટાપદ જાતના મૃગલાના ચિત્રો છે. સ્વર્ગમાં અમૃતની ઉત્પત્તિ છે, તેમ આ ચૈત્યમાં અમૃત-મોક્ષની ઉત્પત્તિ થાય છે. તેથી આ ચૈત્ય સ્વર્ગ લોકનો તિરસ્કાર કરીને ઉત્કૃષ્ટતાથી રહેલું છે. ૬૪
नीतान्यत्यंतरूढैरवचनविषयं सात्विकैर्विक्लवत्वं साक्षादस्तानुषंगान्यपि निकटबृहल्लोकलज्जावशेन । बिंबान्यन्योन्यमच्छस्फटिकमणिशिलास्तंभयष्टिप्रविष्टान्याश्लिष्याश्लिष्य यस्मिन् विदधति मिथुनान्यंगकंडूविनोदम् ॥६५॥
अवचूर्णि :- यस्मिन् प्रासादे अत्यंत रूढैः सात्विकैरवचनविषयं वचनागोचरं विक्लवत्वं नीतानि निकट बृहल्लोकलज्जावशेन साक्षादस्तानुषंगाण्यपि अन्योन्यं अच्छस्फटिकमणिशिलास्तंभयष्टिप्रविष्टानि बिंबानि मिथुनानि अन्योऽन्यमाश्लिष्याश्लिष्य अंगकंडूविनोदं विदधति । अत्यंत रूढैरतिप्रौढैः' सात्विकैः मदनोद्दीपकभावैः विक्लवत्वं क्लीबत्वं साक्षात् प्रत्यक्षं । पार्श्वस्थो बृहल्लोकस्तस्य लज्जा तस्या वशात्
↑ A,B
अतिजातैः
...