________________
_ श्रीकुमारविहारशतकम्
धूपवेलां अर्थात् देवपूजावेलां ब्रवीति प्रथयति । उपरम स्थितिस्तस्य વિમુવઃ ||દરા
ભાવાર્થ - તે કુમારવિહાર ચૈત્યની અંદર થતો મોટો નગારાનો અવાજ ઉચે પ્રમાણે ઘોષણા કરી શ્રદ્ધાવાળા લોકોને ત્રણે કાળ ધૂપ કરવાની વેળા જણાવે છે. અને અવિરતપણે ત્રણ લોકમાં તે પ્રસાદની અદ્વિતીયતા પ્રગટ કરે છે. જ્યારે તે ધ્વનિ પ્રગટ થાય છે, ત્યારે સૂર્યના ઘોડાઓ લગામને તોડાવે છે, તેથી સૂર્યની ગતિ હણાંતા સૂર્ય તે ધ્વનિની નિંદા કરે છે. અને તેને સાંભળી યુદ્ધની શ્રદ્ધાવાળા દિગગજેંદ્રો પોતાની સામે આવેલા બીજા હાથીથી ઉત્પન્ન થયેલા શબ્દની બુદ્ધિથી તેઓ આનંદ પામે છે. ૬૨
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યમાં જ્યારે ધૂપ કરવાના વખતના નગારાનો ધ્વનિ થાય છે, ત્યારે ધૂપ પૂજા કરવાની ઈચ્છાવાળા લોકોને તે સમયની સુચના થાય છે. વળી તે ધ્વનિ “આ પ્રાસાદ જગત્માં અદ્વિતીય છે એમ જણાવે છે. આ ધ્વનિનો અવાજ એટલો મોટો થાય છે કે જેથી આકાશ માર્ગે જતાં સૂર્યના ઘોડાઓ ભડકી પોતાની લગામ તોડાવે છે, એટલે સૂર્યની ગતિમાં ભંગ થવાથી સૂર્ય તેની નિંદા કરે છે. બીજી તરફ દશ દિશાઓમાં રહેલા દિગજો કે જેઓ હંમેશા યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે, તેઓ તે વખતે સમજે છે કે, પોતાની સામે થયેલા કોઈ બીજા ગજેદ્રનો આ ધ્વનિ છે, તેથી તેઓ સામે થવાને તૈયાર થાય છે, પણ જ્યારે કોઈ પ્રતિગજેંદ્ર તેમના જોવામાં આવતો નથી એટલે તેઓ નાખુશ થાય છે અને તેથી તેની નિંદા કરે છે. આ ઉપરથી તે પ્રાસાદમાં ધૂપવાઘના ધ્વનિની પ્રૌઢતા દર્શાવી છે. દર