________________
श्रीकुमारविहारशतकम्
થતા હતા, તેથી તે સ્તંભ નૃત્ય કરતો નૃત્યાચાર્યની લીલાને ધારણ કરતો હતો. ૬૧ ' વિશેષાર્થ - આ શ્લોકથી કવિએ કુમારવિહાર પ્રાસાદમાં થતી નૃત્ય ક્રીડાને ચમત્કારી રીતે વર્ણવી છે. તે પ્રસાદમાં કોઈ નાચ કરનારી
સ્ત્રી નૃત્ય કરતી હતી. નૃત્યની અંદર સહૃદય પુરૂષોના હૃદયને આનંદ આપનારા કટાક્ષોને તે દર્શાવતી હતી વળી તાલ ગીત, ઢોલક તથા મૃદંગના નાદને અનુસરી પોતાનું નૃત્ય ચલાવતી હતી. તે સાથે તે પોતાના હાથના અભિનય કરતી હતી. આ બધો તેણીનો દેખાવ તે પ્રાસાદના એક સ્તંભમાં પ્રતિબિંબિત થવાથી - તે સ્તંભ જાણે નૃત્યાચાર્ય હોય તેવો દેખાતો હતો. રૂપેરી સ્તંભની અંદર નાચ કરનારીનું પ્રતિબિંબ પડતું હતું, તેથી તે જાણે નૃત્યનું શિક્ષણ આપનાર નૃત્યાચાર્ય હોય, તેવો દેખાતો હતો. નૃત્યાચાર્ય જેવી રીતે અભિનય કરી બતાવે, તેવી રીતે તેની શિષ્યા નર્તકીઓ તેને અનુસરીને અભિનય કરે છે. એ નૃત્ય શિક્ષણની પદ્ધતિ પ્રખ્યાત છે. ૬૧
वल्गामुन्मथ्य रथ्यैः प्रतिहतगतिना भानुना निंद्यमानो
युद्धश्रद्धेः प्रतीभप्रभवरवधिया दिग्गजैनँद्यमानः । . यस्याद्वैतं त्रिलोक्यामुपरमविमुखो घोषयन्नुच्चघोषं - श्रद्धालूनां त्रिसंध्यं पटुपटहरवो धूपवेलां ब्रवीति ॥२॥ .... अवचूर्णिः- वल्गामुन्मथ्य' त्रोटयित्वा रथ्यैः रथस्य योग्याश्वैः प्रतिहतगतिना भानुना निंद्यमानः प्रतीभप्रभवरवधिया युद्धश्रद्धैः दिग्गजैनँद्यमानः आनंद्यमानः त्रिलोक्यां यस्य प्रासादस्य अद्वैतं एकत्वं उच्चघोषं यथा स्यात्तथा घोषयन् कथयन् उपरमविमुखः पटुपटहरवः श्रद्धालूनां श्रद्धा वासना विद्यते .येषां ते श्रद्धालवः श्रद्धाया आलु प्रत्ययः स्त्रीपुरुषाणां त्रिसंध्यं त्रिकालं
. १.A - पादिलामुन्मथ्य