________________
श्रीकुमारविहारशतकम्
વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યના શિખર ઉપર ચંદ્રકાંત મણિ જડેલા છે, તેના કિરણો આકાશમાં છવાઈ રહે છે, તેને જોઈ સૂર્યના રથના ઘોડાઓ તેને રેતીનું તટ ધારી તે પર આળોટવાને માટે વારંવાર ઉભા રહે છે, આથી સૂર્યના સારથિ અરૂણને ખેદ થઈ પડે છે. કારણ કે, તેઓને હાંકવામાં વધારે શ્રમ લેવો પડે છે. આ વર્ણનથી તે ચૈત્યની ઉચાઈ અને ચંદ્રકાંત મણિની શોભા દર્શાવી છે. ૫૫ अंभःशोभाहराणां मुहरतिसरलं भ्राम्यतां भंगजालैराकीर्णं चंद्रकांतप्रभवतलशिलादेहलीकुंभभासाम् । मान्येभ्यः शंकमानाः सचकितचरणन्यासमुत्क्षिप्य वास:प्रांतान् श्रोणीविलंबान् कुलकमलदृशो यस्य मध्यं विशंति ॥५६॥
अवचूर्णिः- मुहुः वारंवारं अतिसरलं भ्राम्यतां अंभःशोभाहराणां चंद्रकांतप्रभवतलशिलादेहलीकुंभभासां भंगजालैः आवतजालैराकीर्णं यस्य प्रासादस्य मध्यं मान्येभ्यः शंकमानाः श्रोणीविलंबान् कटिलग्नन् वासःप्रांतान् उत्क्षिप्य कुलकमलदृशः सचकितचरणन्यासं यथा स्यात्तथा विशंति ॥५६॥ - ભાવાર્થ - તે ચૈત્યમાં ચંદ્રકાંત મણિની બનેલી તળીયાઓની ' શિલાઓ તથા ઉંબરાઓ અને કલશોની કાંતિઓ વારંવાર અતિ સરલ રીતે ભમ્યા કરે છે, તેથી તે જલની શોભાને ધારણ કરે છે. એવી કાંતિઓની ઘુમરીના જાલથી તે ચૈત્યનો મધ્ય ભાગ વ્યાપ્ત છે, તેની અંદર કુલીનકાંતાઓ માનનીય પુરૂષોની શંકા કરતી અને ચકિત થઈને પગલા મુકતી પોતાના કટી ભાગ તથા નિતંબ ઉપર લટકતા વસ્ત્રોના પ્રાંત ભાગને ઉચા લઈને તે ચૈત્યના મધ્ય ભાગમાં પ્રવેશ કરે છે. ૫૬