________________
श्रीकुमारविहारशतकम्
ચરણકમલમાં નમવાને આવે છે, તે વખતે તેમના મસ્તકમાંથી પુષ્પો તમારા ચરણ ઉપર ખરે છે. કહેવાનો આશય એવો છે કે, જેમના ચરણમાં મોટા ઈંઢો નમે છે, તે ચરણના દર્શનની ઈચ્છા કોને ન થાય ? ૫૪
यस्मिन् शृंगस्थलीनां वियति विलुलिते चंद्रकातांशुपुंजे .. तिष्ठंतो वारंवारं प्रविलुठनकृते सैकतस्य भ्रमेण । साटोपध्वानशुष्यन्मुखकुहरतलं व्योमपारं यियासो-.. स्तीब्रांशोः सप्तयस्ते किमपि फणिरिपोरग्रजं क्लेदयंति ॥५५॥
अवचूर्णिः- यस्मिन् शृंगस्थलीनां वियति चंद्रकांतांशुपुंजे विलुलिते प्रसरिते सैकतस्य तटस्य भ्रमेण प्रविलुठनकृते वारंवारं तिष्ठतः व्योमपारं यियासोः तीव्रांशोः ते सप्तयः फणिरिपोरग्रजं अरुणं अर्कसारथिं साटोपध्वानेन सक्रोधशब्देन शुष्यतमुखकुहरतलं यथा स्यात्तथा क्रियाविशेषणं किमपि क्लेदयंति उच्चाटयंति फणिरिपुर्गरुडस्तस्याग्रजम् ॥५५॥
ભાવાર્થ - જે ચૈત્યના શિખરની ભૂમિઓમાં જડેલા ચંદ્રકાંત મણિના કિરણોનો સમૂહ આકાશમાં વ્યાપ્ત થતા તેને જોઈ આકાશની પેલી પાર જવાને ઈચ્છનારા સૂર્યના ઘોડાઓ તેને રેતીનું તટ ધારી તે પર આળોટવાને માટે વારંવાર ઉભા રહે છે. અને તેથી આટોપ સહિત શબ્દો કરવાથી જે સારથીનું મુખરૂપી ગુહાતલ સુકાઈ જાય છે, એવા ગરૂડના મોટા ભાઈ અરૂણ સારથિને તેઓ કાંઈપણ. ખેદ આપે છે. પપ