________________
મહાત્મા દૃઢપ્રહારી
(કાઢી) નાંખવાના ઉપાયે વિષે ઘણું જ સહેલાઈથી ટુંકામાં સમજાવી આપ્યું અને તેની સાથે ક્ષમાનું સરસ રીતે વિવેચન કરી તેનાથી થતા ફાયદાઓ સમજાવ્યા. ઘણું જ ટુંક વખતમાં વિવેકથી વાસિત કરી તે મહાત્માઓએ તેને ચારિત્ર (શ્રમણપણું) અંગીકાર કરાવ્યું. એ જ અવસરે ઢપ્રહારીએ ગુરુ પાસે અભિગ્રહ લીધે કે, મહારાજ ! મને આ પાપ જ્યાં સુધી સાંભરશે યા લેકે મારા પાપને યાદ કરાવી આપશે, ત્યાં સુધી હું અહીં જ આહારદિને ત્યાગ કરી કાર્યોત્સર્ગ મુદ્રાએ રહી ધ્યાન કરીશ. આ મહાન વિષમ અભિગ્રહ લઈને ગુરુની રજાથી ત્યાં જ રહ્યો. “બીજાના ઉપદેશ સિવાય જે અંત:કરણથી જાગૃત થએલે છે, જેને વૈરાગ્ય અખંડિત છે, જેને આ લોક યા પરોકના માયિક સુખની અભિલાષા નથી અને બંધનથી મુક્ત થવાના જ જેના પરિણામે સ્કુતિ થએલા છે, તેવા મહાશયને ગુરુના લાંબા વખતના સમાગમની જરૂર નથી. તેને સમુદાયમાં રહેવાની જરૂર પણ ઓછી જ છે. આવા કારણથી જ ગુરુએ તેને તત્કાળ આજ્ઞા આપી. ગુરુઓ ત્યાંથી આકાશ માર્ગે બીજે. ચાલ્યા ગયા. પછી દઢપ્રહારી ત્યાંથી આગળ વધી જે ગામ પિતે લુંટ્યું હતું તે જ ગામના ઉત્તર તરફના દરવાજા આગળ જઈ કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાનસ્થપણે રહ્યો. પ્રાતઃકાળે થતાં ગામથી બહાર નીકળતા લોકેએ દઢપ્રહારીને સાધુના વેશમાં જે. અરે આ પેલે ચાર! કેવો ધૂત છે? અત્યારે સાધુને વેશ પહેરી અહી ઉભે છે. મારે પાપીને. તેણે અમારા પિતાને મારી નાંખ્યા હતા. કેઈ કહે તેણે મારા ભાઈને મારી નાંખ્યું હતું. કેઈ કહે તેણે અમારું ધન લૂંટી લીધું હતું. આમ જુદા જુદા પ્રકારે બેલનારા જુદા જુદા લકે તેની નિર્ભસના કરવા લાગ્યા. કઈ ગાળો આપે છે. કેઈ લાકડી પત્થર અને હાથ વડે તેને મારે છે. આ સર્વ લેકોના શબ્દો સાંભળી દઢપ્રહારી ઉગિત ન થયે પ્રહારના મારથી પૈર્યતા ન મૂકી; પિતાના પ્રબળ જ્ઞાનવાળા વિચારોથી ક્રોધને દબાવ્યા અને આવી ક્ષમા તથા વૈર્યતાની વિચારધારા લાંબી ચલાવવા માટે તે મહાત્મા શ્રમણ મુનિઓના વચનને યાદ કરવા લાગ્યા.