________________
॥ सुरेन्द्रनगरमण्डित श्री अमीझरा वासुपूज्यस्वामीने नमः ॥
રોગશાસ્ત્ર ભાષાંતર.
नमो दुर्वाररागादि, वैरिवारनिवारिणे । રહંતે થોળિનાથાય, મહાવીરાય તને છે ?
ઘણી મહેનતે દૂર કરી શકાય એવા રાગાદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર અહંતુ યોગીઓના સ્વામી અને જગતના જીનું રક્ષણ કરનાર મહાવીરદેવને નમસ્કાર કરું છું.
વિવેચન–અત્યારની દુનિયાને આ વાત તે વિદિત થઈ ચૂકી છે, કે હજારો મનુષ્યની સાથે બાથ ભીડનારા અનેક શુરવીરે મળી શકે છે, પણ રાગદ્વેષને જય કરનાર વીર પુરુષ ભાગ્યે જ મળી શકે છે.
આવા મહાન દુજેય રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માયા, લોભાદિ અંતરંગ શત્રુઓને મૂલથી સર્વથા જય કરનાર પુરુષને મહાવીર નામથી બોલાવવા તેમાં કાંઈ અતિશયોક્તિ છે જ નહિ. આ મહાન વીર પુરુષને જન્મ ઈસ્વીસન પૂર્વે ૫૯૯ વર્ષે ચિત્ર સુદ તેરસને દિવસે મગ દેશમાં આવેલા ક્ષત્રિયકુંડ નામના શહેરમાં સિદ્ધાર્થ રાજાની ત્રિશલા નામની મહાદેવીની કુક્ષિએ થયો હતો. માતાપિતાનું આપેલ નામ વર્ધમાન છે, તથાપિ તેમનાં અદભૂત પરાક્રમવાળા મહાન ગુણોથી રંજીત થઈ દવેએ મહાવીર એવું નામ આપ્યું છે. * સંસાર વાસનાથી વિરક્ત થઈ શ્રમણપણું અંગીકાર કરી, ઘોર તપશ્ચર્યા અને ધ્યાનમાં નિમગ્ન રહી, સાડાબાર વર્ષે રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓને ક્ષય કરી અરિહંત પદ પ્રાપ્ત કર્યું. કેવલ (સંપૂર્ણ) જ્ઞાન પ્રાપ્ત થવાથી તેઓ ભેગીઓના પણ નાથ થયા અને તેમણે