SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ ઉપર એકાગ્રતા ૩૮૫ મન, જે થોડા વખતમાં કાર્ય કરી શકશે, તે અસ્તવ્યસ્ત જુદા જુદા વહન થતા મનના પ્રવાહે કામ નહિ જ કરી શકે. આ માટે જ એકાગ્રતાના મહાન ઉપયોગી પણ વિષે દરેક મહા પુરુષોએ વિશેષ આગ્રહ કર્યો છે. આ પ્રમાણે કોઈ એક પદાર્થ ઉપર એકાગ્રતા કરવામાં મન પૂર્ણ ફતેહ મેળવે છે અર્થાત્ મુહૂર્ત પર્યત પૂર્ણ એકાગ્રતામાં મન રહી શકે ત્યાર પછી તે પદાર્થના વિચારને મૂકી દે અને કઈ પણ પદાર્થને ચિતન તરફ મનને પ્રેર્યા વિના ધારી રાખવું. આ અવસ્થામાં મન કેઈ પણ આકારપણે પરિણમેલું હોતું નથી, પણ તરંગ વિના સરોવરની માફક શાંત અવસ્થામાં રહે છે. આ અવસ્થા સ્વ૯૫ કાળથી વધારે વખત રહેતી નથી. આ અવસરે મન શાંત થાય છે. અર્થાત્ મનપણે પરિણમેલ આત્મા મનથી છુટે પડી પિતાપણે (સ્વપણે) સ્વસ્વરૂપે રહે છે. આ સ્વ૫ વખતની પણ ઉત્તમ અવસ્થાને લય અવસ્થા કહેવામાં આવે છે. આ લય અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં તત્વજ્ઞાન-આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બાબત આ જ પ્રકાશમાં ગુરુવર્ય શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે यावत् प्रयत्नलेशो यावत्संकल्पकल्पना कापि । तावन्न लयस्यापि प्राप्तिस्तत्त्वस्य का तु कथा ॥.. આ પ્રમાણે એકાગ્રતાનું અંતિમ ફળ બતાવી, કેવી રીતે એકાગ્રતા કરવી તે વાત સહેલાઈથી સમજી શકાય, તે માટે આ જ વાત ફરી જરા વિસ્તારથી કહેવામાં આવી છે. - આકૃતિ ઉપર એકાગ્રતા કઈ પણ પૂજ્ય પુરુષ ઉપર ભક્તિવાળા માણસે ઘણું સહેલાઈથી એકાગ્રતા કરી શકે છે. ધારો કે તમારી ખરી ભક્તિની લાગણી ભગવાન મહાવીરદેવ ઉપર છે. તેઓ તેમની છવસ્થાવસ્થામાં ૨૫
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy