SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ એકાગ્રતા ૩૮૩ प्राणायामप्रभृतिक्लेशपरित्यागतस्ततो योगी । उपदेशं प्राप्य गुरोरात्माभ्यासे रतिं कुर्यात् ॥ १७ ॥ માટે પ્રાણાયામાદિ ફલેશનો ત્યાગ કરી, ગુરુને ઉપદેશ પામી યેગીએ, આત્મઅભ્યાસમાં પ્રીતિ કરવી. ૧૭. वचनमनःकायानां क्षोभ यत्नेन वर्जयेच्छान्तः । रसभाण्डमिवात्मानं सुनिश्चलं धारेयनित्यम् ॥ १८ ॥ યોગીએ મન, વચન અને કાયાની ચંચળતાનો ઘણા પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો અને રસના ભરેલા વાસણની જેમ, આત્માને શાંત તથા નિશ્ચલ ઘણે વખત ધારી રાખ. ૧૮. વિવેચન–રસના વાસણની જેમ-વાસણમાં રહેલા રસની માફક આત્માને નિશ્ચલ ધારી રાખ રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધારભૂત વાસણને સ્થિર રાખવું જ જોઈએ. વાસણમાં–આધારમાં–જેટલી અસ્થિરતા, તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ જ હેતુથી આચાર્યશ્રીએ જણાવ્યું છે કે મન, વચન શરીરને જરા પણ ભ ન થાય એ માટે બહુ જ પ્રયત્ન કરવો. કેમકે મન, વચન અને શરીર, આધારરૂપ છે અને આત્મા તેમાં આધેયરૂપે રહેલો છે. આધારની વિકળતા યા અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ અસ્થિરતા એકાગ્રતા કર્યા સિવાય બંધ થઈ શક્તી નથી અને એકાગ્રતા કરવામાં પણ ક્રમસર અભ્યાસ કરવાની જરૂર છે. એકાગ્રતા થતાં આગળ કહેવામાં આવશે તેવી લય અને તરંવ. જ્ઞાનની સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે. માટે આત્માને નિશ્ચલ ધારી રાખો અને મન, વચન અને શરીરમાં #ભ ન થાય તે માટે એકાગ્રતા અવશ્ય કરવી જોઈએ. ' એકાગ્રતા મનની વારંવાર પરાવર્તન પામતી સ્થિતિને શાંત કરવી અને મનને કેઈ એક જ આકૃતિ કે વિચાર ઉપર દઢતાથી જોડી રાખવું તેને એકાગ્રતા કહે છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy