________________
ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ વામાં આવશે તે અવશ્ય કાળે કરી તે ફળપ્રદ થશે જ. તેમ ધર્મ પણ ફળદાયક જ છે. જે ધર્મને અંકુરે પણ અહિં દેખાતો નથી, તે ધર્મ છે કે કેમ. અથવા તેનાથી ફળ મળશે કે કેમ તે તે મ્ભાવિક રીતે સંશયયુક્ત છે.
મિથ્યાધમઓની પ્રશંસા–આ પ્રશંસા ન કરવી. ન કરવાનું કારણ એ છે કે તેથી બાળજી, જેને સત્યાસત્યને નિર્ણય કરવાનું સામર્થ્ય નથી, તેઓ એઘશ્રદ્ધાથી પણ સત્ય ધર્મને અવલંબી રહ્યા હોય છે, તેઓ આ સન્માર્ગ મુકી દઈ તે મિશ્યા ધર્મોમાં ફસાઈ પડે છે. વળી તે ધર્મને ઉત્તેજન મળે છે. આ તો નિર્ણય છે કે કોઈ ધર્મમાં છેડે કે ઘણે કોઈ પણ ગુણ તે હોય છે. તેને જોઈ ગુણાનુરાગી તેના ગુણનું બાળજી આગળ વર્ણન કરે તે તે ગુણને લઈ બાળજી આકર્ષાય, પણ બીજા સંખ્યાબંધ દે તરફ લક્ષ ન હોવાથી તે સત્ય માર્ગથી ભ્રષ્ટ થાય છે. માટે આવા ગુણાનુરાગી જીવોએ તે મિથ્યા દર્શનકારોના ગુણે જોઈ મનમાં સમજવાનું છે, અથવા યોગ્યતાવાળા જીવો આગળ તે કહેવાના છે. પણ આવા બાળજીવે આગળ કહી તેમને સત્યથી ભ્રષ્ટ થવાને વખત ન આવે, તે માટે વિશેષ સાવચેત રહેવાનું છે. તે
તેઓને પરિચય–મિથ્યાધર્મિઓને પરિચય ન કર. આ વાત પણ તેવા ધર્મ દઢતા સિવાયના કે ધર્મના અજાણ પણ ઓઘશ્રદ્ધાથી સત્ય ધર્મમાં રહેલાં હૈય, તેવાઓને માટે છે. કાંઈ સર્વને લાગુ પડતી નથી. નાના કુમળા ઝાડને વાડની જરૂર છે, પણ મોટા વૃક્ષેપને કાંઈ વાડની જરૂર નથી. તેમ આ પ્રતિબંધ પણ આવા જ સત્ય માર્ગથી ભ્રષ્ટ ન થાય તે માટે છે. પ્રતિબંધનું કારણ એ નિર્ણિત થાય છે કે, જગતમાં યુકિત કરતાં કુયુકિતઓ વિશેષ હેય છે અને બાળ જીવમાં બુદ્ધિની પ્રાગલભ્યતા ન હોવાથી તે કુયુક્તિને રસ્તે દોરાઈ જાય છે.
- આ પાંચે સમ્યક્ત્વને દૂષિત કરનાર હોવાથી તેને સમ્યક્ત્વનાં ફૂષણે કહેવામાં આવ્યા છે.