________________
ચૈત્યવદન મહાભાષ્ય
તો પ્રતિમાની શોભા ન રહે વગેરે દોષો લાગે. (૯૩)
जिणजलसंगनिवारणपरियरनीरं कहं तु रक्खेसि ? । न्हवणे वा तं न कुणसि, करेसि उज्जालणे नियमा ॥९४॥ जिनजलसङ्गनिवारणपरिकरनीरं कथं तु रक्षसि ? । स्नपने वा तन्न करोषि करोषि उज्ज्वालने नियमात् ।।९४।।
જિનોને પરસ્પર જલનો સંગ (= સ્પર્શ) ન થવો જોઈએ એમ જિનજલસંગના નિવારણમાં અમે તને પૂછીએ છીએ કે પરિવારના પાણીનું તું રક્ષણ કેવી રીતે કરીશ ? અર્થાત્ જિનસ્નાનની સાથે પરિવારને પણ સ્નાન કરાવવામાં આવે છે, અને તેનું પાણી જિનને સ્પર્શે છે. તેનું નિવારણ તું કેવી રીતે કરીશ ? કદાચ તું (દરરોજ) જિનને સ્નાન કરાવતી વખતે પરિવારને સ્નાન ન કરાવે તો પણ પ્રતિમાને ઉજ્જવળ રાખવા માટે તો તું (વિશેષ દિવસોમાં) નિયમાં પરિવારને સ્નાન કરાવે છે. (તે પાણી જિનને સ્પર્શે છે.) (૯૪)
अह तं न करेसि तुमं, चिइमालिन्नं उवेहमाणस्स । महती तओ अवन्ना, तओ वि आसायणा नऽत्रा ॥१५॥ अथ तन करोषि त्वं चैत्यमालिन्यमुपेक्षमाणस्य । महती ततोऽवज्ञा ततोऽपि आशातना नान्या ।।९५।।
હવે જો પ્રતિમામાલિની ઉપેક્ષા કરીને તે પરિવારને સ્નાન ન કરાવે તો તેનાથી મોટી અવજ્ઞા થાય. તેનાથી મોટી આશાતના બીજી કોઈ નથી.
વિશેષાર્થ – પ્રતિમાના પરિવારને સ્નાન કરાવવામાં આવે તો એ - પાણી જિનપ્રતિમાને સ્પર્શે. આથી પ્રતિમા અપવિત્ર બને. આમ વિચારીને
પરિવારને સ્નાન ન કરાવવાથી પ્રતિમા મલિન બને. કારણકે પરિવારને સ્નાન ન કરાવવાથી પરિવાર મલિન બને. પરિવાર પ્રતિમાની સાથે સંબંધવાળો છે. એથી પરિવાર મલિન બને તો પ્રતિમા પણ મલિન બને. આથી પરિવારને સ્નાન ન કરાવવામાં પ્રતિમાના માલિન્યની ઉપેક્ષા થાય છે. માટે અહીં કહ્યું કે– જો
૪૧