________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
બીજા પર કેમ ન પડે? માટે પડતી નથી એ હકીકત છે.) વૈયાવચી દેવો કેમ સ્મરણીય ?–
અહીં ચૈત્યવંદનમાં વૈયાવચ્ચકારીનું સ્મરણ અને એનું સૂત્ર શા માટે? એની ભૂમિકા બાંધતાં પ્રારંભે કહ્યું હતું કે ઉચિતેવુ ઉપયોગનમેતદ્ અર્થાત્ લોકોત્તર શુભ ભાવમાં કારણભૂત હોઈને યોગ્ય અરિહંત આદિનું પ્રણિધાન કરાવનારું આ ચૈત્યવંદન છે, એ સૂચવવા ‘વૈયાવચ્ચગરા...” સૂત્ર બોલે છે, ને કાયોત્સર્ગ કરે છે. એથી આપણી લોકોત્તર શુભ ભાવની આરાધનામાં ઉપયોગી ચિત્તસ્વસ્થતા માટે સમ્યગ્દષ્ટિ દેવો પણ વૈયાવચ્ચ શાંતિ-સમાધિકા૨કતાગુણે સ્મરણ-પ્રણિધાન કરવા યોગ્ય છે. એમના એ ગુણના પ્રભાવે દ્વેષી દેવો આદિ દ્વારા આપણી ચિત્તસ્વસ્થતા ન હણાય, અને તેથી આપણે લોકોત્તર શુભ ભાવ ભાવી શકીએ. પછી એ વૈયાવચ્ચકારીનું સ્મરણ પણ ન કરીએ એ અનુચિત છે; સ્મરણ કરવું એ જ ઉચિત છે. તે આ સૂત્રથી અને કાયોત્સર્ગથી કરાય છે. એટલે પ્રસ્તુત સૂત્ર-કાયોત્સર્ગનું તાત્પર્ય આ જ નીકળે છે કે, ઔચિત્યપ્રવૃત્ત્વા સર્વત્ર પ્રવૃત્તિતવ્યમ્' અર્થાત્ ઔચિત્યસૂચક પ્રવૃત્તિથી જ બધે પ્રવર્તવું. ચૈત્યવંદન એ પણ મહાન યોગ છે, તો એ પણ ઔચિત્યની પ્રવૃત્તિવાળો જ હોવો જોઈએ. ઔચિત્ય ન પાળે એ યોગ શું સાધી શકે ? સાધવા માટે યોગ્ય જ નથી, અધિકારી જ નથી. નહિતર ચૈત્યવંદન એટલે અરિહંત પરમાત્માને વંદના; એમાં વળી વૈયાવચ્ચ-શાંતિ-સમાધિકા૨કને યાદ કરવાનું અને એમના નિમિત્તે કાયોત્સર્ગ કરવાનું શું કામ ? પણ નહિ, ચૈત્યવંદન એ મહાન યોગ છે, તે ઔચિત્ય પ્રવૃત્તિવાળો જ શોભે, એ આ સૂત્ર સૂચવી રહ્યું છે. તેથી ફલિત થાય છે કે ‘તત્સતયો દ્વીપ્નમ્’ –ઔચિત્ય પ્રવૃત્તિ સમસ્ત યોગ-સાધનાનું બીજ છે. એ બીજ વિના યોગવૃક્ષ કેવું ?
ઔચિત્યપ્રવૃત્તિ સકલયોગબીજ કેમ ?–
બીજ આ રીતે છે કે પ્રથમ પગથિયે સહજમલહ્રાસનો યોગ સધાય છે ત્યાં દુ:ખી પ્રત્યે અત્યન્ત દયા અને ગુણવાન પ્રત્યે અ-માત્સર્યની જૈમ
૩૨૮