________________
ચૈત્યવર્દન મહાભાષ્ય
શ્રમણ સંઘની પાસે ગઈ. એટલે સંઘે કહ્યું કે- “આ કાર્ય તમે શુદ્ધ ભાવથી કર્યું છે, માટે આ સંબંધમાં તમારે કંઈ પણ પ્રાયશ્ચિત્ત કરવું પડે તેમ નથી.” સાધ્વીજીએ કહ્યું કે “જો આ વાત સાક્ષાત્ તીર્થકર મને કહે તો મારા હૃદયમાં ખાત્રી થાય. અન્યથા મારું હૃદય શાંત થાય તેમ નથી.”
પછી શ્રીસંઘે શાસનદેવીને આરાધવા કાયોત્સર્ગ કર્યો એટલે શાસનદેવીએ પ્રગટ થઈને કહ્યું કે કહો, શું કાર્ય કરું ? સંઘે કહ્યું કે- આ સાધ્વીને સીમંધરસ્વામી પાસે લઈ જાઓ.” એટલે દેવીએ કહ્યું કે– મારું અને તેમનું નિર્વિન ગમન થવાને માટે તમે કાયોત્સર્ગમાં જ રહો. પછી શ્રીસંઘે તેમ કરવા સ્વીકાર્યું. એટલે સાધ્વીજીને તે દેવી જિનેશ્વરની પાસે લઈ ગઈ. ત્યાં ભગવાન સીમંધરસ્વામીને સાધ્વીજીએ વાંઘા. ભગવંત બોલ્યા કે– “ભરતક્ષેત્રમાંથી આવેલી આ આર્યા નિર્દોષ છે.” આથી સાધ્વીજીનો સંદેહ દૂર થયો. એટલે દેવી પુનઃ સાધ્વીજીને સ્વસ્થાને લાવી. તે વખતે કૃપાળુ શ્રીમાન સીમંધરસ્વામીએ શ્રીસંઘને સાધ્વીજીના મુખથી ચાર અધ્યયનોની ભેટ મોકલી. ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિક્તચર્યા એ નામના ચાર અધ્યયનોને એક વાચનામાં સાધ્વીજીએ ધારી લીધાં અને તે તથા પ્રકારના વ્યાખ્યાન પૂર્વક શ્રીસંઘને કહી સંભળાવ્યા એટલે શ્રીસંઘે પ્રથમના બે અધ્યયનને આચારાંગ સૂત્રની બે ચૂલિકા તરીકે યોજિત કર્યા, અને બીજા બે અધ્યયનને દશવૈકાલિકની ચૂલિકા તરીકે યોજિત કર્યા. (૭૮૫) * ફિરોદિ સાદમિયગુરવેરા વચ્છર્જા
पुचपुरिसेहिं कीरइ, व वंदणाहेउमुस्सग्गो ॥७८६॥ एवमादिकारणैः साधर्मिकसुरवराणां वात्सल्यम् । पूर्वपुरुषैः क्रियते न वन्दनाहेतुमुत्सर्गः ।।७८६।।
ઈત્યાદિ કારણોથી પૂર્વપુરુષો વડે સાધર્મિક ઉત્તમ દેવોનું વાત્સલ્ય કરાય છે. વંદના માટે કાયોત્સર્ગ કરાતો નથી. (૭૮૬)
पुव्वपुरिसाण मग्गे, वच्चंतो नेय चुक्कइ सुमग्गा । - પાળરૂ માવશુદ્ધિ, મુચકું મિચ્છાવિષપેરિંછટા
૩૨૩