________________
ચૈત્યવદન મહાભાષ્ય
અને ગોષ્ઠામાહિલનું અસત્ય કહ્યું. ગોષ્ઠામાહિલે સ્થવિરોને કહ્યું કે હું પ્રરૂપણા કરું છું તેવું જ તીર્થકરોએ પ્રરૂપેલું છે. હે ઋષિઓ! તમે શું જાણો છો ? ત્યારે તેમણે
હ્યું તમે મિથ્યા અભિમાની છો. ભગવાનની (=તીર્થકરોની) આશાતના કરો નહિ. ગોષ્ઠામાહિલે તે પણ ન માન્યું, એટલે તેમણે શ્રીસંઘને બોલાવ્યો, શ્રી સંઘે કાયોત્સર્ગ કરીને દેવીને બોલાવી. તેમના પ્રભાવથી દેવીએ પ્રગટ થઈને કાર્ય માટે સંઘની આજ્ઞા માગી. શ્રી સંઘે પ્રસ્તુત અર્થને જાણવા છતાં સર્વલોકની પ્રતીતિ માટે કહ્યું કેમહાવિદેહમાં જિનેશ્વર પાસે જઈને પૂછો, કે દુર્બલિકાપુષ્પમિત્રાદિ સર્વ સંઘ કહે છે તે સત્ય છે કે ગોષ્ઠામાહિલ કહે છે તે સત્ય છે?) દેવીએ કહ્યું કે–મને મહાવિદેહમાં જતાં વિઘ્નના દૂર થવા માટે કાયોત્સર્ગ કરો. સંઘે તેમ કરવાથી દેવીએ તદનુસાર જિનેશ્વરને પૂછીને કહ્યું કે– આચાર્યાદિ શ્રી સંઘ કહે છે તે સત્ય છે, અનંગોષ્ઠામાહિલ તો મિથ્યાવાદી તેમ જ સાતમો નિદ્ભવ છે, એમ જિનેશ્વરે કહ્યું છે. (આ સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું કે, આ બિચારી અલ્પ ઋદ્ધિવાળી કટપૂતનાનું એવું સામર્થ્ય ક્યાંથી હોય કે તે જિનેશ્વર પાસે જઈ શકે ? આથી શ્રી સંઘે નિહ્નવ જાણીને ગોષ્ઠામાહિલને સંઘ બહાર કર્યો. (૭૮૪)
जक्खाए वा सुव्वइ, सीमंधरसामिपायमूलम्मि। नयणं देवीऍ कयं, काउस्सग्गेण सेसाणं. ॥७८५।। यक्षाया वा श्रूयते सीमंधरस्वामिपादमूले । નયન રેવ્ય કૃતં કાયોત્સા શેષાામ્ II૭૮૧ાા
તથા શેષ (= યક્ષા સાધ્વીજી સિવાય બીજા) શ્રાવક વગેરેએ કરેલા કાયોત્સર્ગથી દેવી યક્ષા સાધ્વીજીને શ્રી સીમંધરસ્વામી પાસે લઈ ગઈ એમ શાસ્ત્રમાં સભળાય છે.
વિશેષાર્થ – આ વિગત સંક્ષેપમાં આ પ્રમાણે છે– એક વાર પર્યુષણ પર્વના દિવસે શ્રીસ્થૂલભદ્ર મહારાજાના બહેન યક્ષા સાધ્વીએ સાધુ બનેલા પોતાના લઘુ બંધુ શ્રીયકને પોરિસિ આદિના ક્રમે ઉપવાસનું પચ્ચકખાણ કરાવ્યું. તે જ રાતે સુધાની પીડાથી શ્રીયકમુનિ સમાધિથી મરણ પામીને સ્વર્ગમાં ગયા. યક્ષા સાધ્વીજીને થયું કે મેં ઋષિઘાત કર્યો. આથી તે (પ્રાયશ્ચિત્ત કરવા માટે
૩૨૨