________________
ચૈત્યવદન મહાભાષ્ય
(૧) સંહિતા – નમુત્યુ | અરિહંતાણે એમ શુદ્ધ ઉચ્ચારથી સૂત્ર બોલવું. (૨) પદ– નમો અત્યુ ણે અરિહંતાણં એમ એક એક પદ છૂટું બોલવું.' (૩) પદાર્થ – નમો પદનો અર્થ પૂજા છે. (નમસ્કાર એક પ્રકારની પૂજા જ છે) પૂજા એટલે દ્રવ્ય-ભાવ સંકોચ કરવો. દ્રવ્ય સંકોચ એટલે વિશિષ્ટ મુદ્રા દ્વારા મસ્તક વગેરેનો સંકોચ. મનની વિશુદ્ધિ ભાવ સંકોચ છે. અત્યુ એટલે થાઓ. થાઓ એ પ્રાર્થના છે. પ્રાર્થના એટલે જે વસ્તુ ન મળી હોય તેની માગણી. નમોડસ્તુ એટલે મને ભાવ નમસ્કાર કરવાનું સામર્થ્ય મળો. “ણું” નો કાંઈ અર્થ નથી. “ણું” વાક્યના અલંકાર માટે = વાક્ય સુશોભિત બને એ માટે બોલાય છે. અરિહંત એટલે દેવ વગેરેથી કરાતા અતિશયરૂપ પૂજાને યોગ્ય.. . (૪) પદવિગ્રહ– આમાં એકેય પદમાં સમાસ ન હોવાથી પદવિગ્રહ નથી. (૫) ચાલના – પ્રાર્થના ઘટી શકતી નથી. કેમ કે પ્રાર્થના કરવા માત્રથી ઈષ્ટની સિદ્ધિ થતી નથી. માત્ર પ્રાર્થના કરવાથી ભાવ નમસ્કારનું સામર્થ્ય ન મળે– (૬) પ્રત્યવસ્થાન – પ્રાર્થના ઘટી શકે છે. કેમ કે પ્રાર્થનાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે. શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરવાથી ઈષ્ટ પ્રાપ્તિમાં વિઘ્નભૂત કર્મોનો ક્ષય થાય છે, અને એથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. હા, પ્રાર્થનામાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. પ્રાર્થનાથી ઈષ્ટની સિદ્ધિ થાય, પણ શ્રદ્ધા હોય તો. શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થનાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે. માટે પ્રાર્થના સફલ છે. (૨૭૧)
अक्खलियसुत्तुच्चारणरूवा इह संहिया मुणेयव्वा । सा सिद्धि च्चिय नेया, विसुद्धसुत्तस्स पढणेण ॥२७२॥ अस्खलितसूत्रोच्चारणरूपेह संहिता ज्ञातव्या । सा सिद्धिः खलु ज्ञेया विशुद्धसूत्रस्य पठनेन ।।२७२।।
અખ્ખલિતપણે સૂત્રનું (શુદ્ધ) ઉચ્ચારણ કરવું તેને અહીં સંહિતા જાણવી. તે સંહિતાને વિશુદ્ધ સૂત્ર બોલવા વડે સિદ્ધિ જ જાણવી.
વિશેષાર્થ – સિદ્ધિ એટલે કાર્યની સિદ્ધિ. પ્રસ્તુતમાં સૂત્રના અર્થનો
૧૨૪