________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
કંઠોષ્ઠવિપ્રમુક્તઃ- સૂત્રો બાલકની જેમ અસ્પષ્ટ ન બોલતાં સ્પષ્ટ બોલવાં. ગુરુવચનોપગત- સૂત્રો ગુરુ પાસેથી શિખેલા હોવા જોઈએ. (૨૬૩ થી ર૬૯)
एयस्स उ वक्खाणं, संहियमाई कमेण छन्भेयं । पुवपुरिसेहिँ दिटुं, उवइटुं तह य एवं तु ॥२७०॥ एतस्य तु व्याख्यानं संहितादि क्रमेण षड्भेदम् । पूर्वपुरुषैदृष्टमुपदिष्टं तथा चैवं तु ।।२७०।।
પૂર્વ પુરુષોએ સૂત્રનું વ્યાખ્યાન સંહિતા આદિ ક્રમથી છ પ્રકારનું કહેવું છે, અને તે પ્રમાણે જ વ્યાખ્યાન કરવાનો અન્યને ઉપદેશ આપ્યો છે. તે છ પ્રકાર આ પ્રમાણે (= નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે) છે.
વિશેષાર્થ પહેલાં સંહિતા, પછી પદ, પછી પદાર્થ, એમ ક્રમશઃ વ્યાખ્યાન કરે. (૨૭૦).
संहिया य पयं चेव, पयत्थो पयविग्गहो। चालणं पच्चवत्थाणं, वक्खाणं छव्विहं मयं ॥२७॥ संहिता च पदं चैव पदार्थः पदविग्रहः । चालनं प्रत्यवस्थानं व्याख्यानं षड्विधं मतम् ।।२७१।।
સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન એમ છે પ્રકારનું વ્યાખ્યાન બુધ જનોને સંમત છે.
વિશેષાર્થ – સંહિતા = શુદ્ધ ઉચ્ચારપૂર્વક સંપૂર્ણ સૂત્ર બોલી જવું. પદ = એક એક પદ છૂટું બોલવું. તન્ત પમ્ (સિ. હે. શ. ૧-૧-૨૦) જે શબ્દના અંતે વિભકિત હોય તે પદ છે. પદાર્થ = એક એક પદનો અર્થ કહેવો. પદવિગ્રહ = સમાસવાળા દરેક પદનો વિગ્રહ કરવો. ચાલના = સૂક્ષ્મ તર્ક (= શંકા કે પૂર્વપક્ષ) કરવો. પ્રત્યવસ્થાન = ચાલનામાં કરેલી શંકાનું સમાધાન કરવું.
પ્રસ્તુતમાં “નમુત્યુ ણે અરિહંતાણં” આટલા સૂત્રની અપેક્ષાએ સંહિતા વગેરે આ પ્રમાણે છે
*
*
:S
૧૨૩