________________
ઉર ભગવાનની મૂર્તિની પૂજા ભગવાનની જ પૂજા છે. પરમાર્થથી તો મૂર્તિની પૂજા એ ભગવાનની જ પૂજા છે. આ વિષયને અકબરબિરબલના એક પ્રસંગથી વિચારીએ.
એકવાર અકબર બાદશાહે રાજદરબારમાં મોટી સભા ભરી. એ સભામાં જુદા જુદા દેશના એકબીજાથી ચઢિયાતા પંડિતો હતા, કુશળ મંત્રીઓ હતા, સામંત રાજાઓ હતા, મોટા મોટા શેઠિયાઓ હતા. રાજાના સિંહાસન પાસે બિરબલ બેઠો હતો. આ વખતે ધર્મની ચર્ચા નીકળતાં અકબરે બિરબલને પૂછ્યું: કેમ બિરબલજી ! તમે પથ્થર પૂજક છો ને? બિરબલઃ હા, નામવર ! હું પથ્થરપૂજક છું. અકબરઃ શું પથ્થર પૂજવાથી ખુદા પ્રસન્ન થાય? બિરબલઃ હા. અકબર: પથ્થરમાં ક્યાં ખુદા હોય છે, જેથી તે પ્રસન્ન થાય. બિરબલઃ નામવર ! ચર્ચાથી આ વાત સમજાવવામાં ઘણો સમય જશે, છતાં કદાચ આપના મગજમાં આ વાત ન પણ બેસે. આથી અનુભવથી આ વાત આપને પછી સમજાવીશ. અકબરઃ સારું, અનુભવથી સમજાવજે. આ પ્રમાણે નક્કી થયા પછી બિરબલે રાજ્યના મહાન કલાકાર પાસે અકબરનું સુંદર ચિત્ર તૈયાર કરાવ્યું. એક ચતુર સ્ત્રીને સાધ્વી જેવી બનાવીને કહ્યું કે અકબરના રાજ દરબારે જવાના રસ્તામાં એક ઓટલા ઉપર આ ચિત્રની સામે ધૂપ-દીપ આદિ તથા બાદશાહની સ્તુતિ કરજે. આ સ્ત્રીએ દરરોજ તે પ્રમાણે કરવા માંડ્યું. એક વખત રાજાની દૃષ્ટિ તેના ઉપર પડી. અકબરે તેને પુછ્યું: અરે બાઈ ! તું મારી પૂજા અને સ્તુતિ કેમ કરે છે? ખુદાની કર ને ! હું તો સામાન્ય માનવી છું. મોત મને ય અહીંથી લઈ જશે. ખુદાની પૂજા સ્તુતિ કરીશ તો તું મોતથી મુક્ત બનીશ. બાઈએ કહ્યું નામવર ! અન્ય રાજાઓ કરતાં આપ ઘણાં સારાં છો આથી આપને મળીને આપની સમક્ષ આપની સ્તુતિ પૂજા કરવાનું મન થાય છે. પણ હું સામાન્ય નારી આપને શી રીતે મળી શકું? આથી મારા ભાવને વ્યક્ત કરવા આપનું ચિત્ર બનાવીને તેની ભક્તિ-સ્તુતિ કરું છું. અકબર: હું તારા ઉપર ખુશ છું. આવતી કાલે તને ઈનામ આપીશ. બીજા દિવસે સમય થતાં સભા મળી. અકબરે બિરબલને કહ્યું. આજે એક યુવતિને ઈનામ આપવાનું છે. બિરબલઃ કેમ ? અકબર: એ રોજ મારી ભક્તિ-સ્તુતિ કરે છે. બિરબલઃ એ બાઈ આપની
ભક્તિ-સ્તુતિ નથી કરતી, કિંતુ કાગળની કરે છે. શું આપ અને કાગળ એક જ છો ? આ સાંભળી અકબર વિચારમાં પડી ગયો. જેમ લોઢું ગરમ હોય ત્યારે ટીપવાથી બરોબર ઘાટ ઘડી શકાય, તેમ પોતાની વાતને ઠસાવવાનો મોકો જોઈને બીરબલે કહ્યું: નામવર ! આપ તે દિવસે રાજદરબારમાં પથ્થરપૂજાનો નિષેધ કરી રહ્યા હતા. તે જ પથ્થરપૂજાનો અત્યારે સ્વીકાર નથી કરી રહ્યા? હિંદુઓના ધર્મની એ જ ખૂબી છે. સર્વ ધર્મક્રિયાઓમાં મનના ભાવ જ મુખ્ય ભાગ ભજવે છે. પથ્થર આદિની મૂર્તિમાં ભક્તના ભાવથી જ ભગવાન આવી જાય છે. મૂર્તિ દ્વારા ભગવાનની જ પૂજા કરે છે. જો પથ્થરની પૂજા કરાતી હોય તો હે ભગવાન ! મારું કલ્યાણ કરો વગેરે ન બોલે, કિન્તુ હે પથ્થરદેવ ! મારું કલ્યાણ કરો