________________
(૩) ભગવાનની મૂર્તિથી ભગવાન બનવાની પ્રેરણા મળે છે. જેમને ભગવાનના સ્વરૂપનું સામાન્ય પણ સાચું જ્ઞાન છે તેમને શ્રી જિનમૂર્તિના દર્શનથી ભગવાન યાદ આવ્યા વિના રહેતા નથી. આથી મૂર્તિ ભગવાનને યાદ કરવાનું એક આલંબન છે. ભગવાન યાદ આવે એટલે એમના ગુણો યાદ આવે. ભગવાનની મૂર્તિ જોઈને “સવિ જીવ કરું શાસન રસી” એ ભાવના, વિષયસુખો પ્રત્યે અનાસક્તભાવ, ઉપસર્ગોમાં ધીરતા, વીતરાગતા, કેવલજ્ઞાન, ધર્મતીર્થની સ્થાપના, દરરોજ બે પહોર સુધી ધર્મદેશના વગેરે ગુણો યાદ આવે. મૂર્તિને જોઈને ભગવાનના ગુણો યાદ આવતાં મારે પણ તેવા બનવું જોઈએ એમ યોગ્ય જીવોને વિચાર આવે. પછી તેવા કેવી રીતે બની શકાય તે જાણીને તેવા બનવા માટે શક્ય પ્રયત્ન કરે. એ પ્રયત્નથી સમય જતાં તે પણ ખરેખર ભગવાન બની જાય.
એક વ્યાવહારિક પ્રસંગ આ વિષયની પુષ્ટિ કરે છે. થોડા વખત પહેલાં સેંડો નામનો મહાન પહેલવાન થઈ ગયો. એ. પહેલવાન બન્યો એનું મૂળ કારણ મૂર્તિદર્શન છે. એ જ્યારે દશ વર્ષનો હતો ત્યારે તેના પિતા સાથે રોમનું મ્યુઝીયમ જોવા ગયો હતો. ત્યાં પ્રાચીન કાળના મહાન યોદ્ધાઓનાં બાવલાં તેણે જોયા. આ જોઈને તેણે પિતાને પૂછ્યું: પિતાજી ! આ કોનાં બાવલાં છે? પિતાજીએ કહ્યું: પ્રાચીન રોમન લોકોનાં આ બાવલાં છે. હાલમાં તેવા પુરુષો નથી. સેંડોએ પૂછ્યું: તે લોકો આવા પહેલવાન કેવી રીતે બની શક્યા હતા ? પિતાએ કહ્યું: વ્યાયામ, પૌષ્ટિક ખોરાક વગેરેથી તેવા બન્યા હતા. સેંડોએ તેવા પહેલવાન બનવાનો નિર્ણય કર્યો. હવે તેણે પહેલવાન બનવા અંગેના વિવિધ ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો. એ વિષયના જાણકારો પાસેથી જ્ઞાન મેળવ્યું. પછી શરીરને બલવાન બનાવવા વ્યાયામ, કસરત વગૅરે શરૂ કર્યું. સમય જતાં તે બધા પહેલવાનોમાં મુખ્ય પહેલવાન બની ગયો.
જેમ અહીં સેંડોને પહેલવાન પૂતળાના દર્શનથી પહેલવાન બનવાનો વિચાર આવ્યો અંને પ્રયત્ન કરીને તે પહેલવાન બન્યો; તેમ લઘુકર્મી યોગ્ય જીવોને ભગવાનની મૂર્તિનાં દર્શનથી ભગવાન જેવા બનવાનું મન થાય છે. પછી ભગવાન જેવા કેવી રીતે બની શકાય તે જાણીને અને શક્ય પ્રયત્ન કરીને ભગવાન જેવા બની જાય છે. આથી આધ્યાત્મિક સાધના માટે મૂર્તિ અનિવાર્ય છે.
(૪) ભગવાનની મૂર્તિને જોતાં ભગવાનનું સ્મરણ થાય છે. ભગવાનનું સ્મરણ થતાં તેમનું જીવન યાદ આવે છે. તેમનું જીવન યાદ આવતાં તેમના ઉપકારની સ્મૃતિ થાય છે. લોકો તેમના ઉપકારીનો કે સ્નેહીનો ફોટો જુએ છે ત્યારે તેમનો ઉપકાર યાદ આવે છે એ આજે પણ પ્રત્યક્ષ અનુભવ થાય છે. ઘણીવાર તો સ્નેહીનો ફોટો જોઈને રડવું આવી જાય છે. ઈંદિરાગાંધી સર્વ પ્રથમ પ્રધાન પદે નિમાયા ત્યારે તેમના પિતાની સમાધિના સ્થાને ગયા અને ફૂલો ચઢાવ્યા ત્યારે તેમને રડવું આવી ગયું હતું. એકવાર એક શ્રાવકે પોતાની પત્નીનો ફોટો બતાવતાં મને કહ્યું કે સાહેબ ! હું જે ધર્મ પામ્યો છું તે આ મારા