________________
૭. ચૈત્રના પુત્ર એવા બાળકની પણ હત્યા કરીને પોતાનું દ્રવ્ય મેળવીને અત્યંત નિર્દય એવો તે જેસલ ફરીથી પોતાના નગરમાં ગયો. ૧૯૪.
(૮. બાળહત્યાને કરવાથી ત્યાં (પોતાના ગામમાં) રાજા વડે તે (જેસલ) તિરસ્કાર કરાયો, વૈરાગ્યથી તાપસી દીક્ષાને ગ્રહણ કરીને તપ કર્યું. ૧૯૫.
૯. હવે જીવવાની ઈચ્છાવાળો જૈત્ર તે સમયના સંકટોથી કોઈપણ રીતે નાસી જઈને ઉરંગબલ નગરમાં ગયો. ૧૯૬.
૧૦. ત્યાં મુસાફરીનું ભાથું ન હોવાથી દુઃખી, દરિદ્રતાથી પીડાતો ઓઢર નામના વ્યાપારીને ત્યાં સેવક તરીકે રહ્યો. ૧૭.
૧૧. પ. પૂ. આ. ભ. શ્રી યશોભદ્રસૂરીના ઉપદેશને નિરંતર સાંભળતાંસાંભળતાં આ થોડો ધર્મયુક્ત હૃદયવાળો થયો. ૧૯૮.
૧૨. નિરપરાધી પ્રાણીઓને હું નહીં હણું, તેમ જ અસત્ય વચને નહીં બોલું, વગેરે અભિગ્રહોને ક્રમસર આચાર્ય ભગવંત પાસે તેણે ગ્રહણ કર્યા. ૧૯૯.
. ૧૩. એક વખત વાર્ષિક પર્વમાં સારા વસ્ત્રવાળો ઓઢર નામનો વ્યાપારી ' જૈત્રની સાથે જિનેશ્વર પરમાત્માની પૂજા કરવા માટે જિનમંદિરમાં ગયો. ૨00.
૧૪. ત્યાં વસ્ત્ર આભૂષણાદિ વડે અલંકૃત પૂજામાં તત્પર લોકોને જોઈને જૈત્રે પણ મનમાં એ પ્રમાણે વિચાર્યું. ૨૦૧.
૧૫. અહો ! પૂર્વના પુણ્યના યોગથી આ લોકમાં આ સદ્ભાગ્યવાળા થયા. એઓનો આગામી પણ ભવ કલ્યાણને કરનાર થાય. ખરેખર (એમનું) ભવિષ્ય કલ્યાણ કરનારું છે. ૨૦૨.
ઉપદેશ સપ્તતિ ૨૮