________________
૯. નવીન અનેક સારી યુક્તિથી યુક્ત એવા ઘણા રસવાળા પોતે બનાવેલ (ચેલા) ગ્રંથો વડે અમૃત રૂપી સરોવરની જેમ જગતના જીવોના તાપનું (કર્મ રૂપી તાપનું) અપહરણ કરવામાં સમર્થ, ઉપકાર કરવામાં અગ્રેસર, હંમેશા જાગ્રત એવા પ્રતાપના ઉદયવાળા જેઓ મેઘની જેમ જૈનશાસન રૂપી વનને વિકસ્વર કરે છે. ૨૪૬૯.
૧૦. શાસ્ત્રોમાં કહેલા આચાર્યના ગુણોની સંપત્તિને ધારણ કરનારા, સમ્યગુ પ્રકારે પોતાના શિષ્ય સમુદાયને શિક્ષણ આપવામાં સાવધાન (એકાગ્રતાવાળા) શ્રેષ્ઠ ગુરુ શ્રી રત્નશેખર ગુરુ ભગવંત, હમણાં તેઓ ગચ્છાધિપતિની પદવીને ભોગવે છે. ૨૪૭૦.
૧૧. જેમની લોકોત્તર એવી નિઃસ્પૃહતા આજે પણ દેખાય છે એવા શ્રી ઉદયમુનિ ગુરુ ભગવંત સંઘને માટે હંમેશાં પ્રસન્ન થાઓ. ૨૪૭૧.
૧૨. ઉલ્લંઘી નાખ્યા છે બીજા વાદીઓને જેણે, જેમને વિષે ગુરુની કૃપા અધિક હતી એવા તે શ્રેષ્ઠ શ્રી લક્ષ્મસાગરસૂરીશ્વરજી મ. તમારી સિદ્ધિને માટે થાઓ. ૨૪૭૨. •
૧૩.ચોથા યુગમાં પણ જેઓનું શ્રી વજસ્વામીની જેમ સારું સૌભાગ્ય છે, શ્રેષ્ઠ એવા તે શ્રી સોમદેવસૂરીશ્વરજી મહારાજા તમને જયને આપનાર થાઓ. ૨૪૭૩.
* ૧૪. જીવના પ્રદેશોની સંખ્યા પ્રમાણ (= અસંખ્ય) જેમના વિનય વગેરે ગુણો છે એવા બીજા પણ આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, પંડિતો, સ્થવિરો અને સાધુ સમુદાય જય પામો. ૨૪૭૪.
૧૫. જેઓની અનુત્તર એવી બુદ્ધિ અત્યંત ગહન ગ્રંથોના અર્થને સાક્ષાત્ કરનારી છે, ચિત્ત રૂપી ઘરમાં હંમેશાં દીપિકાની જેમ પ્રકાશ ફેલાવતી, દાન પ્રદીપ ગ્રંથજેમ સર્વપ્રાણીઓને ઉપયોગી થયો, તેમ જેમના રચેલા ગ્રંથો આજે પણ પુણ્યશાળીઓના દુષ્ટ અંધકારને (= અજ્ઞાનને) છેદે છે. ૨૪૭૫.
ઉપદેશ સપ્તતિ ૩૧૪