________________
૩. ત્યારબાદ લોકો વડે નિબુદ્ધિ અને નિર્ભાગી એ પ્રમાણે અપાયેલ નામવાળા પગલે-પગલે અપમાન પામેલા લજ્જિત એવા તે બંને અન્ય દેશમાં ગયા અને
ક્યાંય પણ જુદા જુદા શ્રેષ્ઠીના ઘરે અન્ય કોઈ ઉપાય ન હોવાથી નોકરની વૃત્તિ વડે (નોંકરની જેમ) રહ્યા. અને જેના ઘરે કર્મસાર રહેલો છે તે જૂઠ બોલનાર અને કૃપણ એવો તે વ્યાપારી, કહેલું પણ વેતન આપતો નથી. અમુક દિવસે આપીશ, એ પ્રમાણેના વચનો વડે તેને ઠગે છે. તેથી ઘણા દિવસો વડે પણ તેનાથી કાંઈ પણ (ધન) મેળવાયું નહીં. વળી બીજા વડે કેટલુંક મેળવેલું પણ પ્રયત્નપૂર્વક રક્ષણ કરાયેલું પણ દ્રવ્ય ધૂતારા વડે અપહરણ કરાયું. એ પ્રમાણે બીજા બીજા સ્થાનોમાં નોકરાણા વડે ધાતુવાદ, સત્યવાદ, સિદ્ધપુરુષ, રસાયન, રોહણાચલમાં ગમન, મન્નસાધના, રૂદત્તી વગેરે ઔષધિઓના ગ્રહણ વડે અગ્યારવાર મેળવાયેલું પણ ધન વિપરીત બુદ્ધિ પ્રમાદાદિ વડે અને નિર્ભાગીપણા વડે કરીને ગયું. તેથી અત્યંત ઉદ્વિગ્ન થયેલ તે બંને નૌકામાં બેસીને રત્નદ્વીપમાં ગયા. દ્વીપની અધિષ્ઠાયિકા દેવીની આગળ મૃત્યુને પણ અંગીકાર કરીને તે બંનેએ પ્રવેશ કર્યો. આઠમો ઉપવાસ થયે છતે તમારા બંનેનું ભાગ્ય નથી એ પ્રમાણે કહેતે છતે કર્મસાર ઉઠ્યો. વળી પુણ્યસારને એકવીસ ઉપવાસ થવાથી તેણી વડે (દેવી વડે) ચિન્તામણિ રત્ન અપાયું. પશ્ચાત્તાપ કરતો કર્મસાર પુણ્યસાર વડે કહેવાયો. હે ભાઈ ! ખેદ ન કર. આ ચિન્તામણિ રત્ન વડે આપણે બંને સુખી થઈશું. એ પ્રમાણે વિચારીને ખુશ થયેલા નૌકામાં આરૂઢ થયેલા તે બંને નીકળ્યા અને રાત્રિમાં પૂર્ણિમાના ચંદ્રમાના ઉદયમાં મોટા ભાઈ વડે કહેવાયું, હે ભાઈ ! ચિંતામણિ રત્નને બતાવ. તેને જોઈએ. તેનું તેજ અધિક છે કે ચંદ્રમાંનું તેજ અધિક છે. ત્યારબાદ દુર્ભાગ્યથી પ્રેરાયેલ વહાણના કિનારે રહેલા તે નાનાભાઈ વડે પણ હાથમાં ચિંતામણિ રત્ન લઈને એક ક્ષણ રત્નને વિષે અને એક ક્ષણ ચંદ્રમાને વિષે દૃષ્ટિને ધારણ કરતા મોઝાઓને વિષે વ્યગ્ર ચિત્ત હોવાથી ચિન્તામણિ રત્ન સમુદ્રમાં પડ્યો. તેથી તે બંને પણ સમાન ઘણા દુઃખી એવા પોતાના નગરમાં આવ્યા અને દુઃખપૂર્વક કાળને પસાર કરતા હતા. ૨૪૨૮.
૧. હવે એક વખત તે નગરમાં કોઈક કેવળી ભગવંત પધાર્યા. આવીને તે મુનિ ભગવંતને નમસ્કાર કરીને તેમની આગળ તે બંને વડે પૂછાયું. ૨૪૨૯,
૨. હે ભગવન્! ક્યા કર્મ વડે અમારે આવા પ્રકારના દુઃખની શ્રેણીઓ છે ? સેંકડો વર્ષો વડે પણ જેનું વર્ણન કરવામાં પાર આવતો નથી. ૨૪૩૦.
ઉપદેશ સપ્તતિ ૩૦૮