________________
ઉપદેશ-૭”
૧. જેમ કોડાની વેલડી નાની હોવા છતાં પણ પોતાને આશ્રિત માનવોને વિષે વિશાલ ફળને આપે છે. તેમ જિનેશ્વર પરમાત્માની કરાયેલી અલ્પ પણ પૂજા પ્રાણીઓને શું મહાન ફલને નથી આપતી ? ૧૮૦.
૨. અરિહંત પરમાત્માના ઉપાસક કુમારપાલ રાજા ગુજરાત દેશમાં રક્ષક હતા. અહીં કુમારપાલ ચૌલુક્ય વંશના રાજાનું દૃષ્ટાંત કહેવાય છે. ૧૮૭.
૧. માલવદેશમાં કોઈક પલ્લીમાં બીજા માણસોને લૂંટનાર એવા ચોરો વડે પરિવરેલ ચૈત્ર એ પ્રમાણે પ્રસિદ્ધ ક્ષત્રિય હતો. ૧૮૮.
૨. ભદ્ર સ્વભાવવાળો આ (ચૈત્ર) ચોરોના સંગથી દૂષિત થયેલ અનેકવાર સાર્થને લૂંટે છે. વ્યસનોને પણ પોષે છે. ૧૮૯.
૩. એક વખત કોઈક ગામમાં જતો જેસલ નામનો સાર્થપતિ, અત્યંત દુષ્ટ મદવાળા એવા તે ચોરો વડે કોઈક રીતે ઓળખાયો. ૧૯૦.
૧ ૪. વ્યાપાર કરવાના અર્થી એવા સોથી અધિક વણિક પુત્રોથી યુક્ત અને પ્રૌઢ (મજબૂત) એવી પીઠવાળા બળદોના દશહજાર વાહનોથી સહિત (તે જેસલ સાર્થપતિ ઓળખાયો - જણાવાયો.) ૧૯૧.
- ૫. ચૈત્રે તે ચોરો વડે સાર્થના સર્વ લોકોને લૂંટાયા. સાર્થપતિ પણ ઉછળતા 1. ક્રોધવાળો ફરીથી પોતાના નગરમાં ગયો. ૧૯૨.
૬. ત્યાં રાજાને વિનંતી કરીને તેના રાજાના) ઘણા સૈન્યને લઈને પલ્લીમાં આવીને ૩૦૮ર એવા ચોરોને હણ્યા. ૧૯૩.
ઉપદેશ સપ્તતિ ૨૭