________________
૨૪. વેષનો ત્યાગ કરેલ મનના શુદ્ધ ભાવ વડે મુનિ ભગવંતે કહેલા અનુષ્ઠાનને રાજા વગેરેથી પણ નિર્ભય એવો આ ચોર) કરતો હતો. ૨૨૭૬.
૧. સર્વ વ્યાપારોમાં મનનો વ્યાપાર મોટો છે એ પ્રમાણે) જિનેશ્વર વડે કહેવાયેલું છે. જે મનનો વ્યાપાર સાતમી નારકીમાં લઈ જાય છે અથવા મોક્ષમાં લઈ જાય છે. ર૨૭૭.
૨૫. લધુકર્મી હોવાથી ત્યારે તેને ઉજ્જવલ એવું કેવલજ્ઞાન થયું અને દેવેન્દ્રોએ તેના કેવલજ્ઞાનના મહિમાને કર્યો. ૨૨૭૮.
૨૭. હજારો પાંદડાવાળા સુવર્ણકમળને વિષે દેવતાએ આપેલ વેષને ધારણ કરનારા તે બેઠા અને તેમની આગળ ધર્મદેશના કરી. ૨૨૭૯.
૨૭. હવે રાજા ત્યાં આવ્યોં. વળી તેવા પ્રકારના દૃશ્યને જોઈને અત્યંત વિસ્મય પામ્યો. અહો ! કર્મની વિચિત્રતા છે. ૨૨૮૦.
ર૮. કેવલી ભગવંતે કહ્યું. હે રાજેન્દ્ર ! સામાયિક વ્રતને જો. જેની અડધી ક્ષણમાં પણ મને લોકોત્તર ફળ પ્રાપ્ત થયું. ૨૨૮૧.
૨૯. એ પ્રમાણે રાજા વગેરેને બોધ પમાડીને અને ચોરી કરેલ સર્વને જણાવીને લોકો પર ઉપકાર કરવા માટે પૃથ્વીતલ પર વિહાર કરતા હતા. ૨૨૮૨.
૩૦. એ પ્રમાણે દળી નાંખ્યા (નાશ કર્યા) છે સઘળા કર્મો જેણે એવા તે કેસરી મુનિ ભગવંત ઘણા કાળ પર્યંત લોકોને પ્રતિબોધ કરીને જે ઉચ્ચ પદવીને પામ્યા (મોક્ષને પામ્યા) ખરેખર તે આ સામાયિક વ્રતથી પ્રાપ્ત થયેલ ફળને સજ્જન પુરુષો વિચારો. ૨૨૮૩.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પાંચમા અધિકારમાં બારમો ઉપદેશ છે. તે
ઉપદેશ સપ્તતિ ૨૮૯